IND vs WI: વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ગદર મચાવશે ભારતનો આ ખેલાડી, Playing 11 માં જગ્યા પાક્કી!

Team India: પહેલી વન-ડેમાં એક ખેલાડી કેપ્ટન શિખર ધવનનું સૌથ ઘતાક હથિયાર સાબિત થશે. આ ખેલાડીને ટીમમાં સામેલ કરવાથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ભયના માહોલમાં જોવા મળશે. આ ખેલાડી પોતાના દમ પર ભારતને મેચ જીતાડી શકે છે.

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ગદર મચાવશે ભારતનો આ ખેલાડી, Playing 11 માં જગ્યા પાક્કી!

IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝની પહેલી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. વેસ્ટ ઇન્ડિઝની સામે 3 મેચની આ વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં છે. પહેલી વન-ડેમાં એક ખેલાડી કેપ્ટન શિખર ધવનનું સૌથ ઘતાક હથિયાર સાબિત થશે. આ ખેલાડીને ટીમમાં સામેલ કરવાથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ભયના માહોલમાં જોવા મળશે. આ ખેલાડી પોતાના દમ પર ભારતને મેચ જીતાડી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ગદર મચાવશે ભારતનો આ ખેલાડી
પહેલી વન-ડેમાં કેપ્ટન શિખર ધવનનો એક ખેલાડી વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર કહેર બનીને તૂટી શકે છે. આ ક્રિકેટર તેની શાનદાર બોલિંગ અને વિસ્ફોટક બેટિંગમાં નિપુણ છે. તેના બોલ રમવા કોઈપણ ખેલાડી માટે સરળ નથી. આ ઓલરાઉન્ડર બીજુ કોઇ નહીં પરંતુ શાર્દુલ ઠાકુર છે.

ખતરનાક ઓલરાઉન્ડર
શાર્દુલ ઠાકુર પાસે ગતિ ઉપરાંત શાનદાર સ્વિંગ પણ છે. શાર્દુલ ઠાકુર તેની ઝડપી બેટિંગ માટે પણ ઓળખાય છે. શાર્દુલ ઠાકુર ટીમ ઇન્ડિયાનો એક શાનદાર ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરનું ઓપ્શન આપે છે, જેનાથી ભારતીય ટીમને સારું બેલેન્સ મળે છે. શાર્દુલ ઠાકુર બોલિંગ સાથે સાથે બેટિંગથી પણ ભારતને પોતાના દમ પર મેચ જીતાડવાની તાકાત ધરાવે છે.

હાર્દિક પંડ્યા કરતા પણ વધારે સારો પ્લેયર
શાર્દુલ ઠાકુર બોલિંગ અને બેટિંગથી શાનદરા પ્રદર્શન કરવાની તાકાત રાખે છે. બોલિંગમાં શાર્દુલ ઠાકુર હાર્દિક પંડ્યા કરતાં વધુ સારો ખેલાડી છે. જેની પાસે સ્વિંગ પણ છે. શાર્દુલ ઠાકુર નીચેના ક્રમમાં એક ખતરનાક બેટ્સમેન પણ છે. તે યુવા છે, સારો બોલર છે અને નીચેના ક્રમમાં સારી બેટિંગ પણ કરે છે.

વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડે મેચમાં ભારતની Playing 11
શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટ કિપર), સૂર્ય કુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટ કિપર), શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને યુજવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સીરિઝમાં બહાર બેસી શકે છે આ ખેલાડી
ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન-ડે સીરિઝ શેડ્યુલ
22 જુલાઈ: સાંજે 7 વાગે પહેલી વન-ડે મેચ (પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ)
24 જુલાઈ: સાંજે 7 વાગે બીજી વન-ડે મેચ (પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ)
27 જુલાઈ: સાંજે 7 વાગે ત્રીજી વન-ડે મેચ (પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ)

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટી20 સીરિઝનું શેડ્યૂલ
29 જુલાઈ: રાતે 8 વાગે પહેલી ટી20 મેચ (ત્રિનિદાદ)
1 ઓગસ્ટ: રાતે 8 વાગે બીજી ટી20 મેચ (સેન્ટ કીટ્સ)
2 ઓગસ્ટ: રાતે 8 વાગે ત્રીજી ટી20 મેચ (સેન્ટ કીટ્સ)
6 ઓગસ્ટ: રાતે 8 વાગે ચોથી ટી20 મેચ (ફ્લોરિડા)
7 ઓગસ્ટ: રાતે 8 વાગે પાંચમી ટી20 મેચ (ફ્લોરિડા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news