World Cup 2023 Point Table: વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં સૌથી મોટો ફેરફાર, આ સમીકરણો બદલી શકે છે ટોપ-4નું ગણિત

World Cup 2023 Standing: વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ ચૂકી છે. સોમવારે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની મેચમાં કંગારુઓએ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ જીતીને મોટો ઉલટફેર કર્યો છે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં પણ મોટો જમ્પ લગાવ્યો છે.

World Cup 2023 Point Table: વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં સૌથી મોટો ફેરફાર, આ સમીકરણો બદલી શકે છે ટોપ-4નું ગણિત

ICC Cricket World Cup 2023 Points Table: વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચનો પણ સમાવેશ થાય છે. સોમવારે લખનઉના અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કંગારુઓએ શ્રીલંકન ટીમને ધૂળ ચડાડતા ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 209 રનમાં ઓલઆઉટ કર્યું હતું, ત્યારબાદ 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાને મળ્યો જીતનો ફાયદો
શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ સતત 2 હારની સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી, પરંતુ શ્રીલંકાને હરાવીને ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં મોટો જમ્પ લગાવ્યો છે, એટલે કે મોટો ફાયદો મળ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ હાલ આઠમા નંબરે પહોંચી ચુકી છે. ટીમે 3 મેચમાં 2 અંક હાંસલ કર્યા છે. તેની સાથે જ નેધરલેન્ડની ટીમ હજુ સુધી એક પણ મુકાબલો જીતી શકી છે, જેના કારણે પોઈન્ટ ટેબલમાં તળિયે છે. જ્યારે શ્રીલંકાની ટીમ પણ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં એક પણ જીતી શકી નથી, જેના કારણે પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે.

ટીમ ઈન્ડિયાનું શું છે સ્ટેટ્સ
ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર શરૂઆત કરી અને જીતનો સિલસિલો યથાવત રાખતા 3 મેચમાં 3 જીત મેળવી છે. હાલ ભારતીય ટીમ 6 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી ટોપર બનીને બેઠી છે. ટીમનો રનરેટ +1.821 છે, જ્યારે ન્યૂઝીલેન્ડના પણ 6 અંક છે. પરંતુ ઓછા રનરેટ (+1.604)ના કારણે બીજા નંબરે છે. ત્યારબાદ સાઉથ આફ્રિકા ત્રીજા નંબરે છે અને પાકિસ્તાનની ટીમ ટોપ-4માં સ્થાન બનાવીને બેઠી છે. આ બન્ને ટીમોના 4-4 પોઈન્ટ છે.

2 પોઈન્ટ પર છે આ 4 ટીમો 
તાજેતરની સ્થિતિની વાત કરીએ તો ટુર્નામેન્ટમાં 4 ટીમો એવી છે જેણે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 1 મેચ જીતી છે. આ તમામ ટીમો 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સામેલ છે. જોકે રન રેટના કારણે તેમની સ્થિતિમાં તફાવત છે. ઈંગ્લેન્ડ (-0.084) પાંચમા સ્થાને છે. છઠ્ઠા સ્થાને અફઘાનિસ્તાનની ટીમ (-0.652) છે. બાંગ્લાદેશ સાતમા સ્થાને (-0.699) અને ઓસ્ટ્રેલિયા આઠમા સ્થાને (-0.734) છે.

ટોપ-4 સીધું રમશે સેમિફાઇનલ 
આ વખતે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. જેના કારણે , લીગ મેચો પુરી થયા પછી પોઇન્ટ ટેબલની ટોચની 4 ટીમો સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. જો કોઈ ટીમ 14 પોઈન્ટ મેળવે છે એટલે કે 7 મેચ જીતે છે, તો તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news