IPL ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન, સુનિલ ગવાસ્કરે કહ્યું ના એના જેવો કોઈ છે કે ના ભવિષ્યમાં આવશે

MS Dhoni IPL: એક સમયના  દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni IPL)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે. સુનિલ ગવાસ્કરે તો એટલે સુધી કહી દીધું કે એવો કેપ્ટન ક્યારેય બન્યો નથી. તેના જેવો કેપ્ટન ભવિષ્યમાં ક્યારેય આવશે. 
 

IPL ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન, સુનિલ ગવાસ્કરે કહ્યું ના એના જેવો કોઈ છે કે ના ભવિષ્યમાં આવશે

MS Dhoni IPL: એક સમયે દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગવાસ્કરનો ભારતીય ક્રિકેટમાં દબદબો હતો. હાલમાં પણ એની દરેક બાબતને ગંભીરતાથી લેવાય છે. એક  જમાનાના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni IPL)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ 12 એપ્રિલે ચેન્નાઈમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન તરીકે 200મી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 

આ 41 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે. જોકે, આ મેચમાં ચેન્નાઈની ટીમ ત્રણ રનથી મેચ હારી ગઈ હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે કહ્યું, 'ચેન્નઈ સુપર કિંગ્સને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર કાઢવી એ તે સારી રીતે જાણે છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપના કારણે જ આ શક્ય બન્યું છે. 200 મેચમાં કેપ્ટનશિપ કરવી ખૂબ મુશ્કેલ છે. આટલી બધી મેચોમાં કેપ્ટનશિપ કરવી એક બોજ છે અને તેનાથી બેટ્સમેનના પ્રદર્શન પર પણ અસર પડે છે.

પરંતુ મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે માહી એ અલગ પ્રકારનો ખેલાડી છે, ગાવસ્કરે જણાવ્યું હતું કે, ipl બ્રોડકાસ્ટર્સ તરફથી એક રિલીઝ અનુસાર તે એક અલગ પ્રકારનો કેપ્ટન છે. તેના જેવો કેપ્ટન ક્યારેય થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. MS DHONI ધોની આઈપીએલની શરૂઆતથી જ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહ્યો છે. દરમિયાન, આ IPL ટીમને બે વર્ષ (2016-17) માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી કારણ કે તેના અધિકારીઓ ગેરકાયદેસર કૃત્યોમાં સામેલ હોવાનું જણાયું હતું અને પછી 2016 માં તેણે 14 મેચોમાં પુણે સુપરજાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. આ રીતે તેણે આઈપીએલમાં અત્યાર સુધી 214 મેચમાં કેપ્ટનશિપ કરી છે.

ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. અત્યાર સુધી ચેન્નાઈના કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ 120 જીત અને 79 હારનો છે જ્યારે એક મેચમાં ટાઈ પડી હતી. ગવાસ્કરે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી. જેણે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને સારી શરૂઆત અપાવી છે. તેણે કહ્યું, 'વિરાટ કોહલી ઇનિંગ્સની શરૂઆતમાં RCBને આક્રમક શરૂઆત આપી રહ્યો છે. RCBની શાનદાર શરૂઆત માટે ઘણો શ્રેય તેને જાય છે, જેના કારણે ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી છે. RCB માટે આ એક સારો સંકેત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news