ક્રિકેટ ઈતિહાસનો એકમાત્ર એવો ક્રિકેટર જેને મળી હતી મોતની સજા! જાણો રોચક કહાની

ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી એકમાત્ર એવો ક્રિકેટર છે જેને મોતની સજા આપવામાં આવી હતી. આ ખેલાડીને તેની પત્નીની હત્યાના કારણે મોતની સજા ફટકારવામાં આવી હતી.

ક્રિકેટ ઈતિહાસનો એકમાત્ર એવો ક્રિકેટર જેને મળી હતી મોતની સજા! જાણો રોચક કહાની

નવી દિલ્લી: ક્રિકેટના ઈતિહાસમાં ઘણા એવા ખેલાડી છે જેમણે અનેક અલગ-અલગ રેકોર્ડ બનાવીને આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. કેટલાક એવા એવા ખેલાડીઓ પણ છે જેમનો સંબંધ ક્રાઈમ સાથે જોડાયેલો છે. જેઓ જુદા જુદા ગુનાનાં કારણે જેલમાં ગયા હતા. પરંતુ શું તમે ક્યારેય એવા ખેલાડી વિશે સાંભળ્યું છે જે હત્યાના ગુનામાં પકડાયો હોય, એટલું જ નહીં, આ ખેલાડીને હત્યાના ગુનામાં ફાંસીની સજા પણ કરવામાં આવી હતી. આ વાત વાંચવામાં થોડી અજીબ લાગશે પરંતુ એકદમ સાચી છે.આ ખેલાડીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી-
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ક્રિકેટ ઈતિહાસમાં પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતા હતા. પરંતુ વેસ્ટ ઈન્ડિઝનો એક એવો ખેલાડી પણ છે જેણે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું. આ ક્રિકેટરનું નામ લેસ્લી હિલ્ટન હતું. લેસ્લી હિલ્ટન મૂળ જમૈકાના રહેવાસી હતા. લેસ્લી હિલ્ટન વિશ્વનાં એકમાત્ર એવા ક્રિકેટર છે જેમને ફાંસી આપવામાં આવી હતી. 1955માં, હિલ્ટનને તેની પત્નીની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. 1955ના રોજ જમૈકામાં ફાંસીના ફંદે લટકાવવામાં આવ્યો હતો. લેસ્લી હિલ્ટન 29 માર્ચ 1905ના રોજ કિંગ્સ્ટન શહેરમાં જન્મેલી ફાસ્ટ બોલક હતા.પત્નીએ આપ્યો હતો દગો-
લેસ્લી હિલ્ટને વર્ષ 1942માં લર્લિન રોઝ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં 12 વર્ષ બાદ એટલે કે 1954માં આ કપલના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. હકીકતમાં હિલ્ટનની પત્નીને ડ્રેસ બનાવવાનો બિઝનેસ હતો, જેના સંબંધમાં તે અવારનવાર ન્યૂયોર્ક જતી હતી અને કેટલાક અઠવાડિયા સુધી ત્યાં રહેતી હતી. એપ્રિલ 1954 માં એક દિવસ, હિલ્ટનને એક અનામી પત્ર મળ્યો, જેમાં તેની પત્ની અને બ્રુકલિન એવન્યુમાં રહેતા રોય ફ્રાન્સિસ વચ્ચેના ગેરકાયદેસર સંબંધો વિશે લખ્યું હતું. હિલ્ટન તેની પત્નીની કરતૂતોથી એટલી હદ સુધી રોષે ભરાયો કે ગુસ્સા પરથી કાબૂ ગુમાવી દીધો, અને બારી પાસે પડેલી બંદૂક ઉપાડી અને ગોળીબાર કર્યો. તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ  સમયે લર્લિન રોઝના શરીરમાંથી એક નહીં પરંતુ 7 ગોળીઓ મળી હતી.વેસ્ટ ઈન્ડિઝ માટે 6 ટેસ્ટ રમી-
લેસ્લી હિલ્ટને વેસ્ટ ઈન્ડિઝ માટે 1935 અને 1939 વચ્ચે છ ટેસ્ટ મેચ રમી હતી. તેણે વર્ષ 1935માં બ્રિજટાઉન ખાતેથી ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચથી ડેબ્યૂ કર્યું હતું. હિલ્ટને પોતાની કારકિર્દીમાં 6 ટેસ્ટ અને 40 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે 6 ટેસ્ટની 12 ઈનિંગ્સમાં 26.12ની એવરેજ અને 2.59ની ઈકોનોમી સાથે 16 વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 4 વિકેટ હાંસિલ કરવાનું હતું. આ શાનદાર પ્રદર્શન તેમણે ઈંગ્લેન્ડની સામે જ્યોર્જટાઉનમાં કર્યું હતું. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં તેણે 40 મેચમાં 25.62ની સરેરાશથી 120 વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news