ICC WTC Final પહેલાં New Zealandના આ ક્રિકેટરે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Trending Photos
ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ ટૂર (England Tour) પર રવાના થવાની છે. એવામાં કિવી ટીમના એક ક્રિકેટરે પોતાની પર્સનલ કમિટમેન્ટ પૂરી કરી લીધી છે. હેનરી નિકોલસ (Henry Nicholls)એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ લૂસી (Lucy)ની સાથે લગ્ન કરી લીધા છે.
મિસ્ટર એન્ડ મિસેઝ નિકોલસ:
ન્યૂઝીલેન્ડ (New Zealand)ના ક્રિકેટર હેનરી નિકોલસ (Henry Nicholls)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાના લગ્નની તસવીર શેર કરી છે. તેણે કેપ્શન લખ્યું છે કે મિસ્ટર એન્ડ મેસેઝ નિકોલસ. હેનરીના ફેન્સે તેમને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી છે.
ન્યૂઝીલેન્ડ ટીમની ઈંગ્લેન્ડ ટૂર:
ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ (Lords) મેદાન પર 2થી 6 જૂન અને બર્મિગહામ (Birmingham)માં 10થી 14 જૂનમાં 2 ટેસ્ટ રમશે. તેના પછી ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ 18 જૂનથી સાઉથમ્પટનમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે