Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, 26 મેએ કિસાન કરશે દેશવ્યાપી પ્રદર્શન

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાનોના આંદોલનના છ મહિના પૂરાવ થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. 

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, 26 મેએ કિસાન કરશે દેશવ્યાપી પ્રદર્શન

નવી દિલ્હીઃ દેશના 12 મુખ્ય વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરી સંયુક્ત કિસાન મોર્ચા તરફથી 26 મેએ થનારા દેશવ્યાપી પ્રદર્શનને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાન આંદોલનના 6 મહિના પૂરા થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. 

વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરી કિસાનોના 26 મેના પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે 12 મેએ સંયુક્ત રૂપથી પ્રધાનમંત્રીને પત્ર લખી કહ્યું હતું કે મહામારીનો શિકાર બની રહેલા આપણા લાખો અન્નદાતાઓને બચાવવા માટે કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે જેથી તે પોતાનો પાક ઉગાવીને ભારતીય જનતાનું પેટ ભરી શકે. 

વિપક્ષી દળોએ કહ્યું કે કેન્દ્ર કરે કિસાનો સાથે વાત
નિવેદન અનુસાર અમે કૃષિ કાયદાને તત્કાલ રદ્દ કરવા અને સ્વામીનાથન આયોગની ભલામણ અનુસા સી2+50 ટકા એમએસપીને કાયદેસર બનાવવાની માંગ કરીએ છીએ. નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે અહંકાર છોડી તત્કાલ સંયુક્ત કિસાન મોર્ચા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. 

સંયુક્ત નિવેદન પર સોનિયા ગાંધી (કોંગ્રેસ), એચડી દેવે ગૌડા (જેડીએસ), શરદ પવાર (એનસીપી), મમતા બેનર્જી (ટીએમસી), ઉદ્ધવ ઠાકરે (શિવસેના), એમ કે સ્ટાલિન (ડીએમકે), હેમંત સોરેન (જેએમએમ), ફારૂક અબ્દુલ્લા (જેકેપીએ), અખિલેશ યાદવ (એસપી), તેજસ્વી યાદવ (આરજેડી), ડી રાજા (સીપીઆઇ) અને સીતારામ યેચુરી (સીપીએમ) એ સહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news