ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં રોહિતની ટીમે રોશન વાળતા ભારતનું WTC ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર?
Team India WTC: ત્રીજી ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાંથી બહાર થઈ ગયું છે. ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર રોળાયું છે. આ વખતે હારનું કારણ ભારતીય ટીમના બેટર્સ રહ્યાં છે. બધા બેટ્સમેને ધબડકો વાળતા હારનો સામનો કરવાનો વારો આવ્યો.
Trending Photos
Team India WTC: ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાથી માત્ર એક ડગલું દૂર હતી. જોકે, ઈન્દોર ટેસ્ટમાં મેદાન પર રોહિતની ટીમે રોશન વાળતા આ સપનું રોળાયું. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2021માં વિરાટ કોહલીની કપ્તાનીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવાનું આ સપનું અધૂરું રહ્યું હતું.
પરંતુ આ વખતે રોહિત શર્મા પોતાની કપ્તાનીમાં આ વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાનાર WTCનું ટાઈટલ જીતવા ઈચ્છશે. પરંતુ ઓસ્ટ્રેલિયા આમાં અડચણો ઉભી કરી શકે છે. હા, ભારતીય પ્રશંસકો માટે ખરાબ સમાચાર એ છે કે જો ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટ મેચ હારી જશે તો તે WTC ફાઈનલ (ટીમ ઈન્ડિયા WTC)માંથી બહાર થઈ જશે.
ઉલ્લેખનીય છેકે, હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની શરૂઆતની બંને ટેસ્ટ મેચ જીતીને, ટીમ ઈન્ડિયા (ટીમ ઈન્ડિયા WTC) એ 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ ઈન્દોર ટેસ્ટ બન્ને ટીમો માટે ફાઈનલ મુકાબલા સમાન હતી. કારણકે, જે ટીમ આ મેચ જેતે તેને ટેસ્ટ વર્લ્ડ કપની ફાઈનલમાં જવાનો મોકો મળે. અને ભારત માટે નક્કી જ હતું કે, ભારત હારશે તો ટેસ્ટ વર્લ્ડ કપથી બહાર થઈ જશે. આખરે થયું પણ એવું જ. કારણ બની રોહિત શર્માની ટીમ.
તે જ સમયે, આ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ખરાબ બેટિંગ કરતા 109 રન સુધી સિમિત રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા અને તે 77 રનથી આગળ છે. અથવા આપણે એમ કહીએ કે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં સંપૂર્ણ કબજો જમાવી લીધો છે.
ભારત ઈન્દોર ટેસ્ટ મેચ હારી જવાને કારણે WTC થી બહાર ફેંકાઈ ગઈ. મેચના પરિણામ પહેલાંની સ્થિતિ જોઈએ તો તે સમયે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા હાલમાં 66.67 ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે જ્યારે ટીમ ઈન્ડિયા 64.06 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ મેચ જીતવાથી હવે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેની પાસે હવે 72.67 પોઈન્ટ્સ છે. આ સાથે WTC ફાઈનલ રમવાનો ઓસ્ટ્રેલિયાનો દાવો વધુ મજબૂત છે.
કારણ કે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો આ સમયે શ્રીલંકાની ટીમ ત્રીજા નંબર પર છે. WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાના 53.33 ટકા માર્ક્સ છે. તે જ સમયે, માર્ચ મહિનામાં શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો શ્રીલંકા આ બંને મેચ જીતી જાય છે તો ટીમ ઈન્ડિયા WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે અને શ્રીલંકા 65.33 પોઈન્ટ સાથે ફાઈનલમાં પ્રવેશ કરશે. પણ ભારત હવે વર્લ્ડ કપ માટે શ્રીલંકા પર ડિપેન્ડ થઈ ગયું છે. જો શ્રીલંકા બન્ને ટેસ્ટ હારે તો જ ભારતને ફાઈનલ રમવાની તક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે