સ્કૂલમાં છેડતીનો શોખીન મોટો થઈને રેપ કરવા લાગ્યો! રંગરેલિયા માટે આશ્રમમાં બનાવ્યો હતો સિક્રેટ
RAM RAHIM BABA: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમનું જીવન બાળપણથી જ વિવાદોભર્યું રહ્યું છે. બાળપણમાં રામ રહીમે ઘણા એવા કાંડ કર્યા હતા, જેના કારણે તેના પરિવારે લજ્જીત થવું પડ્યું હતું. રામ રહીમ દશમાં ધોરણમાં ફેલ થયો હતો. બાળપણમાં છોકરીઓની છેડતી કરવા માટે તેને સ્કૂલમાંથી કાઢી પણ મુકાયો હતો.
Trending Photos
RAM RAHIM BABA: બાબા રામ રહીમને CBI કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસ રણજીત સિંહ હત્યાકાંડ સાથે જોડાયેલો છે. લંપટ રામ રહીમ પહેલાંથી જ બે કેસમાં સજા ભોગવી રહ્યો છે. પરંતુ, રંગીન મિજાજી રામ રહીમની લાઈફ સ્ટોરીમાં ગ્લૈમર, સેક્સ અને અગણિત ધન બધુ જ છે. રામ રહીમ અલગ-અલગ કેસોમાં ત્રણ સજા ભોગવી રહ્યો છે. રામ રહીમની પણ બાબા બનવાની કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. સ્કૂલ ટાઈમમાં રામ રહીમની ગણતરી બગડેલા બાળકોમાં થતી હતી. છોકરી છેડવાના મામલમાં તેને સ્કૂલમાં દંડીત પણ કરાયો હતો. જ્યારે, મોટો થઈને રામ રહીમ સ્ટાર બાબા બની ગયો. ભલે રામ રહીમ સ્ટાર બાબા હતો પણ તે કાયમથી વિવાદસ્પદ જ રહ્યો છે.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમનું જીવન બાળપણથી જ વિવાદોભર્યું રહ્યું છે. બાળપણમાં રામ રહીમે ઘણા એવા કાંડ કર્યા હતા, જેના કારણે તેના પરિવારે લજ્જીત થવું પડ્યું હતું. રામ રહીમ દશમાં ધોરણમાં ફેલ થયો હતો. બાળપણમાં છોકરીઓની છેડતી કરવા માટે તેને સ્કૂલમાંથી કાઢી પણ મુકાયો હતો. જ્યારે, તેને સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો ત્યારે, તે 9માં ધોરણમાં હતો. રામ રહીમ ન માત્ર પોતાની સ્કૂલની છોકરીઓને છેડતો હતો. પણ, તે પોતાના પાડોશીઓને પણ ત્રાસ આપતો હતો.
રામ રહીમના મજબૂત રાજનૈતિક સંપર્ક હતા-
એકંદરે રામ રહીમ અને વિવાદનો જુનો સંબંધ છે. તેના રાજકારણીઓ સાથે પણ મજબૂત સંબંધ હતા. તેણે પોતાની હીરો તરીકેની ઈમેજ બનાવવા માટે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ડેરા સચ્ચા સૌદા હજુ પણ તેને પોતાનો પ્રમુખ માને છે. તેની ગેરહાજરીમાં પણ તેના નામે ત્યાં ગતિવિધિઓ ચાલી રહી છે. રામ રહીમે દાવો તો કર્યો હતો કે, બાબા બનવાની સાથે જ તેણે પોતાના પરિવાર સાથે રસ્તો કરી લીધો હતો પણ તે કાયમ પોતાના પરિવારજનો સાથે જ રહેતો હતો. તેની લાઈફસ્ટોરી પણ તેના કપડા જેવી રંગીન અને તેની ફિલ્મો જેવી આશ્ચર્યજનક છે.
રામ રહીમની 2 દિકરી અને એક દિકરો છે. મોટી દિકરીનું નામ ચરણપ્રીત અને નાની દિકરીનું નામ અમરપ્રીત છે. જ્યારે, તેના દિકરાના લગ્ન ભઠિંડાના પૂર્વ ધારાસભ્ય હરમિંદર સિંહ જસ્સીની પુત્રી સાથે થયા છે. બંને દિકરીઓના પણ લગ્ન થઈ ચુક્યા છે. તમામ બાળકોનું શિક્ષણ ડેરાને શાળામાં જ થયું છે.
ક્યારે બન્યો રામ રહીમ ડેરાનો પ્રમુખ-
ડેરા સચ્ચા સૌદાની સ્થાપના 1948માં શાહ મસ્તાનાએ કરી હતી. આઝાદીના 1 વર્ષ બાદ બનેલું ડેરા સચ્ચા સૌદા આશ્રમની એક શ્રૃંખલા છે. સંત મતનું અનુસરણ કરવાવાળા આ આશ્રમનું હેડક્વોર્ટર હરિયાણાના સિરસામાં આવેલું છે. ડેરા સચ્ચા સૌદાનું સામ્રાજ્ય વિશ્વભરમાં ફેલાયલું છે. ડેરા સચ્ચા સૌદાની શાખા અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયમાં પણ છે.
31 માર્ચ 1974માં તત્કાલિન ડેરા પ્રમુખ શાહ સતનામ સિંહે ગુરમિત સિંહ ઈન્સાનને નવું નામ આપ્યું. અને ત્યારથી લોકો સામાન્ય ગુરમિત સિંહને ઈન્સાનને રામ રહીમ તરીકે ઓળખતા થયા. 23 સપ્ટેમ્બર 1990ના રોજ શાહ સતનામ સિંહે દેશભરમાંથી પોતાના અનુયાયિયોને સતસંગ માટે બોલાવ્યા હતા અને તે જ સમયે ગુરમિત રાહ રહીમ સિંહ ઈન્સાનને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો હતો.
જન્મદિવસે અંગે પણ વિવાદ-
ગુરમિત રામ રહીમ સિંહનો જન્મ 15 ઓગસ્ટ, 1967માં રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના ગુરુસર મોદિયા ગામના જાટ સિખ પરિવારમાં થયો હતો. જોકે, એવું પણ કહેવામાં આવે છે કે તેનું નામ ગુરમિત સિંહ નહીં પણ હરપાલ સિંહ છે. અને તેનો જન્મ પણ 10 જુલાઈએ થયો હતો. જોકે, લંપટ રામ રહીમ કાયમ પોતાનો જન્મદિવસ 15 ઓગસ્ટના રોજ જ મનાવે છે.
કેવી રીતે સામે આવા લાગ્યા આરોપ-
ક્યારેક તે ગુરુ ગોવિંદ સિંહના વેશમાં આવીને વિવાદોમાં આવ્યો તો પોતાને ભગવાન વિષ્ણુંના અવતાર હોવાનું જણાવવાના કારણે વિવાદમાં આવ્યો. પણ રામ રહીમ વધુ વિવાદમાં ત્યારે આવ્યો જ્યારે, તેના આશ્રમમાં સાધ્વિયો સાથે યૌન શોષણ અને અત્યાચારના કિસ્સાઓ સામે આવવા લાગ્યા. તેની સામે કેટલીક હત્યાના મામલા પણ સામે આવવા લાગ્યા. આ તમામ આરોપ તેના આશ્રમમાં રહેનારા લોકો જ કરવા લાગ્યા હતા.
રંગીન રામ રહીમનો રંગરેલિયા માટે સિક્રેટ રૂમ-
આશ્રમની છોકરીઓનું યોન શોષણ કરવા માટે ગુરમિતે સિંહે એક ખુફિયા અંડરગ્રાઉન્ડ ગુફા બનાવી હતી. રાજાઓના મહેલમાં જે પ્રકારનો હરમ હોય તેવો જ હરમ રામ રહીમે ડેરા સચ્ચા સૌદામાં બનાવ્યો હતો. આ હરમમાં રામ રહીમ છોકરીઓને બોલાવતો અને તેમના દેહને પોતાને સોંપી દેવા માટે કહેતો હતો. આ છોકરીઓને ડેરામાં જ રાખવામાં આવતી હતી. તે છોકરીઓએ રાહ જોવી પડતી હતી કે, ક્યારે તેના લગ્ન ડેરમાં જ રહેનાર કોઈ પુરુષ સાથે કરાવવામાં આવે.
ડેરાના સાધુઓને નાપુંસક બનાવવાનો આરોપ-
ફતેહબાદ જિલ્લાના કસ્બા ટોહાનાના રેહવાસી હંસરાજ ચૌહાણ જે ડેરાના પૂર્વ સાધુ હતા તેમણે જુલાઈ 2012માં હાઈ કોર્ટમાં રામ રહીમ સામે કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, ગુરમિત સિંહે 400 જેટલા ડેરાના સાધુઓને નાપુંસક બનાવ્યા હતા. જેમાં 166 સાધુઓના નામ પણ તેણે કોર્ટમાં આપ્યા હતા. જોકે, આ કેસ મામલ હજુ ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે.
રામ રહીમ પાસે અરબોની સંપત્તિ-
રામ રહીમ પાસે હરિયાણાના સિરસમાં 700 એકર એગ્રિક્લચરલ લેન્ડ છે. રાજસ્થાનના ગંગાનગરમાં તેનું 175 બેડની હૉસ્પિટલ પણ છે. સાથે જ તેના નામ પર એક ગેસ સ્ટેશન અને એક માર્કેટ કોમ્પલેક્સ પણ છે. ડેરા સચ્ચા સૌદાની જમીન અને જાયદાદની તમામ દેખરેખ એક ટ્રસ્ટ કરે છે અને તે ટ્રસ્ટનો પ્રમુખ પણ હજુ રામ રહીમ જ છે.
રામ રહીમ જેલમાં કરે છે મજૂરી-
પાછલા 4 વર્ષોમાં રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાં બંધ છે. કૈદી નંબર 8647ના રુપમાં રામ રહીમ મજુરી કરી રહ્યો છે. તનતોડ મહેનતના કારણે તેના શરીરની ચર્બી પણ ઘટી ગઈ છે અને તે થોડો પાતળો થયો છે. જેલની સુરક્ષામાં પેરા મિલેટ્રી તૈનાત કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે