Team India: 32 વર્ષની ઉંમરે જ આ સ્ફોટક ખેલાડીનું કરિયર તબાહ, એકલા હાથે જીતાડતો હતો મેચ
એક ખેલાડી એવો છે કે જે એક સમયે ભારતીય ટીમનો સૌથી મોટો મેચવિનર ગણાતો હતો. પરંતુ હવે તે પોતાની કરિયર બચાવવામાં પણ સક્ષમ નથી. હવે આ ખેલાડી આઈપીએલ દ્વારા ટીમમાં વાપસી કરવાની કોશિશ કરશે.
Trending Photos
નવી દિલ્હી: રોહિત શર્માને હાલમાં જ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતે અનેક યુવા ખેલાડીઓને ટીમમાં પાછા બોલાવ્યા છે. જ્યારે કેટલાક દિગ્ગજ ખેલાડીઓ ટીમથી બહાર પણ થઈ ચૂક્યા છે. પરંતુ એક ખેલાડી એવો છે કે જે એક સમયે ભારતીય ટીમનો સૌથી મોટો મેચવિનર ગણાતો હતો. પરંતુ હવે તે પોતાની કરિયર બચાવવામાં પણ સક્ષમ નથી. હવે આ ખેલાડી આઈપીએલ દ્વારા ટીમમાં વાપસી કરવાની કોશિશ કરશે.
ખતમ થઈ ગયું આ ખેલાડીનું કરિયર?
મનિષ પાંડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 ટી-10 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 44.31ની સરેરાશ અને 126.15 ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા. મનિષ પાંડે ક્યારેય કન્સિસ્ટન્ટ રહ્યો નથી અને આ જ કારણ છે કે તેનું ટીમ ઈન્ડિયામાં આવવું જવું ચાલ્યા કર્યું. હવે લાગતું નથી કે તે ક્યારેય વાપસી કરી શકે. આઈપીએલ 2021માં પણ મનિષ પાંડે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે નબળી કડી સાબિત થયો હતો.
ટીમ ઈન્ડિયામાં વાપસી લગભગ અશક્ય
મનિષ પાંડેની ફ્લોપ બેટિંગના કારણે સમગ્ર મીડલ ઓર્ડર વેર વિખેર થઈ જાય છે. જે કારણે ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય ગણવામાં આવતો હતો. પરંતુ તેનું બેટ મોટાભાગે શાંત જ રહ્યું. મનિષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2015માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 86 બોલમાં 71 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા જ વર્ષે તેણે સિડનીમાં 81 બોલ પર 104 રન કર્યા અને ટીમની જીત નક્કી કરી. પરંતુ ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાંથી સતત આવ જા કરતો રહ્યો. ઈજાએ પણ તેની પાસેથી અનેક તક છીનવી લીધી. શાનદાર શરૂઆતને તે મોટી કરિયરમાં ફેરવી શક્યો નહીં.
લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો
મનિષ પાંડેને આ વખતે આઈપીએલની હરાજીમાં લખનઉ સુપરજાયન્ટ્સે 4.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મનિષ પાંડેને પોતાની ટીમમાં સામેલ કરવો એ લખનઉ સુપર જાયન્ટ્સ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. મનિષ પાંડેને આ વખતે મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઠુકરાવી દીધો હતો. કારણ કે ગત સીઝનમાં મનિષ પાંડેએ સારું પ્રદર્શન કર્યું નહતું. તેના પ્રદર્શનનો ગ્રાફ સતત ઉતરતો ગયો. મનિષ પાંડે SRH માટે સારું પ્રદર્શન કરી શક્યો નહીં. એક પણ મેચ વિનિંગ ઈનિંગ રમી નહતી. ગત સીઝનમાં તે રન કરવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. તેના ખરાબ પ્રદર્શનને જોતા SRH એ તેને રિટેઈન કર્યો નહી.
આઈપીએલમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય
પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને પછી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઢગલો રન કરનારા મનિષ પાંડેએ પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે કરી હતી. 2009માં તે આઈપીએલમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટર બન્યો હતો. તેણે ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ વિરુદ્ધ ફક્ત 73 બોલમાં અણનમ 114 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણએ 10 ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા. ત્યારે અનિલ કુંબલે આરસીબીનો કેપ્ટન હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે