IND vs ZIM: 'ઓછા પાણીથી સ્નાન કરો', ઝિમ્બાબ્વે પહોંચેલી ટીમ ઈન્ડિયાને BCCIની ચેતવણી
ઝિમ્બાબ્વેના પ્રવાસ પર પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં પાણીના સંકટનો સામનો કરી રહી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચ હરારેમાં રમાશે. અહીં છેલ્લા કેટલાક સમયથી પાણીની ગંભીર સમસ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. સિરીઝની તમામ મેચ ઝિબ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાશે. તે માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ ઝિમ્બાબ્વેની રાજધાનીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીં સમસ્યા નાહવાના પાણીને લઈને છે. હરારે સહિત ઝિમ્બાબ્વેના ઘણા શહેરોમાં આ દિવસોમાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. આ કારણ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ખેલાડીઓને પાણીની કમીને લઈને ચેતવણી આપી છે.
બીસીસીઆઈએ ખેલાડીઓને કહ્યું કે પાણી વધુ ન બગાડો. બની શકે તો દિવસમાં એક વાર સ્નાન કરો તે પણ ઓછા પાણીથી. બીસીસીઆઈએ ખેલાડીઓને પાણીની બરબાદી ન કરવાની ચેતવણી આપી છે. આ સિવાય પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેવામાં ભારતીય ખેલાડીઓએ 30 ડિગ્રી ગરમીમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણી બચાવવા પૂલ સેશન ઓછા કર્યાં
આ જાણકારી ઇનસાઇટસ્પોર્ટે બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી આપી છે. અધિકારીએ કહ્યું, હાં, આ સમયે હરારેમાં પાણીની ભીષણ સમસ્યા છે. ભારતીય ખેલાડીઓને આ વિશે જાણકારી પહેલા આપવામાં આવી હતી. ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે પાણીનો વેડફો નહીં. ઓછો સમય અને ઓછા પાણીથી સ્નાન કરો. પાણી બચાવવા માટે પૂલ સેશન પણ ઘટાડી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Men's FTP 2023-27: આઈસીસીએ જાહેર કર્યો 5 વર્ષનો કાર્યક્રમ, 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ રમાશે
હરારેના ઘણા વિસ્તારમાં ત્રણ સપ્તાહથી પાણીની સમસ્યા
ઝિમ્બાબ્વેની એક મહિલા પોલિટિશિયન લિન્ડા માસારિરાએ પણ ટ્વિટ પર એક પોસ્ટ શેર કરતા પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે લખ્યું, ખાસ કરીને પશ્ચિમી હરારે સહિત રાજધાનીના ઘણા વિસ્તારમાં ત્રણ સપ્તાહથી પાણીની સપ્લાય થઈ નથી. જલ એ જીવન છે, તે ન હોવાથી લોકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે મોટો ખતરો છે. સરકારે તત્કાલ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. પ્રથમ વનડે 18 ઓગસ્ટે, બીજી વનડે 20 અને ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે