Team India ના ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓ સાથે ખુબ ખરાબ થયું, આ ગુજ્જુ ખેલાડીનું પણ તૂટી ગયું સપનું

ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈની ધરતી પર થઈ રહી છે. ICC ની આ મેગા ઈવેન્ટમાં ભારત ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણાઈ રહ્યું છે. સિલેક્ટર્સે આ વખતે અનેક નવા ચહેરાને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યા છે. અનેક ખેલાડીઓના ભાગ્ય ચમકી ગયા છે તો કેટલાકના સપના વેરવિખેર થઈ ગયા. ભારતના 4 ખેલાડીઓ એવા છે જેને સિલેક્ટર્સને ભાવ સુદ્ધા ન આપ્યો. આવો આ 4 ખેલાડી પર નજર ફેરવીએ. 

Team India ના ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓ સાથે ખુબ ખરાબ થયું, આ ગુજ્જુ ખેલાડીનું પણ તૂટી ગયું સપનું

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈની ધરતી પર થઈ રહી છે. ICC ની આ મેગા ઈવેન્ટમાં ભારત ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણાઈ રહ્યું છે. સિલેક્ટર્સે આ વખતે અનેક નવા ચહેરાને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યા છે. અનેક ખેલાડીઓના ભાગ્ય ચમકી ગયા છે તો કેટલાકના સપના વેરવિખેર થઈ ગયા. ભારતના 4 ખેલાડીઓ એવા છે જેને સિલેક્ટર્સને ભાવ સુદ્ધા ન આપ્યો. આવો આ 4 ખેલાડી પર નજર ફેરવીએ. 

પૃથ્વી શો
ઋષભ  પંતની જેમ જ વિસ્ફોટક બેટિંગમાં હોશિયાર એવા ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શોને ટી20 વર્લ્ડ કપ માટે પસંદગીકારોએ ભાવ જ ન આપ્યો. ટી20 વર્લ્ડ કપની ટીમમાં સિલેસ્ટર્સ પૃથ્વી શોને ઓપનર તરીકે તક આપી શકે તેમ હતા. પૃથ્વી શોનું બેટ હાલના દિવસોમાં ખુબ રન ભેગા કરી રહ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમમાં પૃથ્વી શોને ઓપનર તરીકે ટી20 વર્લ્ડ કપ ટુર્નામે્ટ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. 

પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ વિજય હજારે ટ્રોફી અને આઈપીએલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. એક પ્રકારે તેણે નીડર બેટિંગથી પોતાનો દાવો પણ મજબૂત કર્યો હતો પરંતુ પસંદગીકારોએ તેનું દિલ તોડી નાખ્યું. જરૂર પડ્યે વિરાટ કોહલી પણ રોહિત શર્મા સાથે ઈનિંગ શરૂ કરી શકે છે. જે રીતે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં કર્યું હતું. 

દેવદત્ત પડિક્કલ
આઈપીએલમાં દેવદત્ત પડિક્કલ આરસીબીની ટીમ તરફથી વિરાટ કોહલી સાથે ઈનિંગની શરૂઆત કરે છે. અત્યાર સુધીમાં રમાયેલી 21 આઈપીએલ મેચોમાં તેણે 33.40ની સરેરાશ અને 131.75ના સ્ટ્રાઈક રેટથી 668 રન કર્યા છે. પડિક્કલના નામે 1 સદી અને 5 અડધી સદી છે. આવા સારા રેકોર્ડ છતા તેને ગ્લોબલ ટુર્નામેન્ટમાં ઈગ્નોર કરાયો. દેવદત્ત પડિક્કલ આઈપીએલમાં પોતાની બેટિંગ બતાવી ચૂક્યો છે આમ છતાં ટી20 વર્લ્ડ કપ 2021ના 15 સભ્યોની સ્કવોડમાં તેનું નામ સામેલ નથી. દેવદત્ત પડિક્કલ હાલમાં જ શિખર ધવનના નેતૃત્વમાં શ્રીલંકા ટૂર પર ગયો હતો. ત્યાં તે ડેબ્યૂ ડી20 ઈન્ટરનેશનલ મેચમાં 23 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. તે સમયે તેની ટી20 વર્લ્ડ કપની આશાને મોટો ઝટકો લાગ્યો હતો. 

ચેતન સાકરિયા
ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટર્સે ચેતન સાકરિયાને પણ ભાવ ન આપ્યો. ટી20 વર્લ્ડ  કપની ટીમમાં ચેતન સાકરિયાને તક આપી શકાય તેમ હતી. ચેતન સાકરિયા પાસે બોલને બંને તરફ સ્વિંગ કરવાની કાબેલિયત છે. આવામાં બોલર ભુવનેશ્વર કુમારનું ટી20 વર્લ્ડ કપમાંથી પત્તું કપાઈ શકે તેમ હતું. આઈપીએલમાં સારા પ્રદર્શન બાદ ચેતન સાકરિયાને ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. જુલાઈમાં શ્રીલંકા સામેની 3 વનડે અને 3 ટી20 મેચની શ્રેણી માટેની ભારતીય ટીમમાં ચેતનનો સમાવેશ થયો હતો. ચેતન મૂળ ભાવનગરના વરતેજ ગામનો છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા ફાસ્ટ  બોલર ચેતન સાકરિયાને તેના પિતાએ ઓટો રિક્ષા ચલાવીને ક્રિકેટર બનાવ્યો છે. સાકરિયાના ઘરની સ્થિતિ સારી નહતી, આથી તેના પિતા આ કામ કરતા હતા. આ વર્ષે જ કોરોના વાયરસના કારણે ચેતન સાકરિયાના પિતાનું નિધન થયું હતું. 

મોહમ્મદ સિરાજ
સિલેક્ટર્સે ટી20 ફોર્મેટમાં ખતરનાક ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રોપ કર્યો છે. મોહમ્મદ સિરાજની ગણતરી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની નીકટના ખેલાડીઓમાં થાય છે. આરસીબીમાં પણ બંને સાથે રમે છે. તેમની વચ્ચે સારું બોન્ડિંગ છે. છેલ્લા કેટલાક સમયમાં સિરાજનું પ્રદર્શન ખુબ સારુ છે પરંતુ આમ છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો. સિરાજને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પણ ટીમમાં જગ્યા નથી અપાઈ.

 

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જે 3 ફાસ્ટ બોલરોને જગ્યા અપાઈ છે તેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર છે. આ ત્રણેય બોલર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરતા આવ્યા છે. આ ત્રણેય બોલરો પાસે ટી20 ક્રિકેટનો ખુબ સારો અનુભવ છે. ત્રણેય બોલરો ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. આ ત્રણેય બોલરો પાસે રમતની કોઈ પણ પરિસ્થિતિમાં વિકેટ લેવાનો હુનર છે જેના કારણે તેમને ટીમમાં જગ્યા અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news