World Cup 2023: માત્ર એક મુશ્કેલ મેચમાં જીત, તો સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા, સમજો સમીકરણ

World Cup 2023: ભારતીય ટીમ વિશ્વકપ 2023માં બે મુશ્કેલ પડકારને પાર કરી ચુકી છે. ફોર્મ અને રેકોર્ડ જુઓ તો ભારતે હવે એક મુશ્કેલ લક્ષ્ય પાર પાડવાનો છે. ત્યારબાદ ટીમની સેમીફાઇનલની ટિકિટ નક્કી થઈ જશે. હવે ભારતે છ મેચ રમવાની બાકી છે. 
 

World Cup 2023: માત્ર એક મુશ્કેલ મેચમાં જીત, તો સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા, સમજો સમીકરણ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ 2023માં વિસ્ફોટક શરૂઆત કરી છે. અત્યાર સુધી ટીમે પોતાની ત્રણેય મેચમાં જીત મેળવી છે. તેમાંથી બે જીત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વિરુદ્ધ મેળવી છે. એટલે કે રોહિત શર્માની ટીમે બે મુશ્કેલ સ્થિતિને પાર કરી લીધી છે. ટીમે હવે બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે રમવાનું છે. ફોર્મ અને પ્રદર્શન જોતા ભારતે સેમીફાઈનલમાં પહોંચવા માટે હવે માત્ર એક મુશ્કેલ મેચ જીતવાની છે. 

ત્રણ સરળ પડકાર હશે
આમ તો ક્રિકેટની રમતમાં ગમે ત્યારે અપસેટ થઈ શકે છે. નબળી ટીમ પણ મજબૂત ટીમને હરાવી શકે છે. પરંતુ આવું ઓછુ થાય છે. ભારતનું હાલનું ફોર્મ જોતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડનો પડકાર આસાન લાગી રહ્યો છે. જો ભારત આ ત્રણેય મેચ જીતે તો તેના 12 પોઈન્ટ થઈ જશે. 2019ના વિશ્વકપમાં 11 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. એટલે કે ભારત આ ત્રણેય ટીમને હરાવે તો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. 

મુશ્કેલ ટીમો સાથે ત્રણ મેચ
ભારતને ઇનફોર્મ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સિવાય ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. જો ભારત આ ત્રણેય મેચ જીતે તો તેને સેમીમાં પહોંચતા કોઈ રોકી શકે નહીં. ઈંગ્લેન્ડની ટીમ ફોર્મથી સંઘર્ષ કરી રહી છે. તેવામાં હેટ્રિક જીત બાદ ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું નક્કી લાગી રહ્યું છે. વિશ્વકપમાં આઈપીએલની જેમ પ્લેઓફ હોતા નથી. તેવામાં ટીમો માટે ટોપ-2માં ફિનિશ કરવું જરૂરી નથી. 

સેમીફાઈનલમાં મુશ્કેલ પડકાર
ભારતીય ટીમ માટે વિશ્વકપમાં અસલી પરીક્ષા સેમીફાઈનલથી શરૂ થશે. 2015માં ભારત ગ્રુપ રાઉન્ડમાં અજેય હતું પરંતુ સેમીફાઈનલમાં હારી ગયું. 2019માં પણ ટીમ ગ્રુપ રાઉન્ડ બાદ ટેબલમાં ટોપ પર હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ. પાછલા વર્ષે ટી20 વિશ્વકપમાં પણ ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારી હતી. 10 વર્ષથી આઈસીસી ટ્રોફી જીતવાની રાહ જોઈ રહેલી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ જીતવાનો રસ્તો શોધવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news