વિશ્વ કપ પહેલા દરેક વિકલ્પનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએઃ બોલિંગ કોચ અરૂણ
બોલિંગ કોચ અરૂણે પાંચમાં અને નિર્ણાયક વનડે પહેલા કહ્યું કે, વિશ્વકપ માટે જનારી ટીમની રૂપરેખા લગભગ તૈયાર છે પરંતુ દિલ્હી વનડેમાં દરેક વિકલ્પને અજમાવવા ઈચ્છશું જેથી ત્યાં કોઈ ભૂલની શક્યતા ન રહે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે વિશ્વ કપ પહેલા અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રયોગ ચાલુ રાખવાનો સંકેત આપતા મંગળવારે અહીં કહ્યું કે, તેની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારે રમાનારા મેચમાં દરેક વિકલ્પનો ઉપયોગ કરવા ઈચ્છશે. અરૂણે પાંચમાં અને નિર્ણાયક વનડેની પૂર્વ સંધ્યા પર પત્રકારોને કહ્યું, વિશ્વકપ માટે જનારી ટીમની રૂપરેખા લગભગ તૈયાર છે પરંતુ અમે આ મેચમાં દરેક વિકલ્પ અજમાવવા ઈચ્છીશું જેથી ત્યાં ભૂલની કોઈ સંભાવના ન રહે. આજ કારણ છે કે અમે અલગ-અલગ ક્રમ પર વિભિન્ન ખેલાડીઓને તક આપી રહ્યાં છીએ.
ગત મેચમાં કોહલીની ચોથા નંબર પર બેટિંગ કરવા વિશે પૂછવા પર તેમણે કહ્યું, જેમ મેં અત્યારે કહ્યું, આજ એક તક છે જ્યાં અમે કંઇક અજમાવી શકીએ છીએ. તેમાં કોઈ શંકા નથી કે વિરાટે ત્રીજા ક્રમે કમાલની બેટિંગ કરી છે અને સફળ રહ્યો છે. આ વસ્તુને અજમાવવાથી અમને અન્ય વિકલ્પો વિશે ખ્યાલ આવશે. ભરત અરૂણે કહ્યું કે, વિશ્વકપ પહેલા ટીમે કેટલાક વિભાગોમાં સુધાર કરવાની જરૂર છે, જેમાં બોલિંગ મુખ્ય છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલીમાં સિરીઝના ચોથા વનડેમાં ભારતીય ટીમ 358 રન બનાવ્યા બાદ પણ લક્ષ્યનો બચાવ ન કરી શકી. ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ પર 359 રન બનાવીને સિરીઝ 2-2થી બરોબર કરી લીધી હતી. તેણે કહ્યું, અમારે કેટલાક વિભાગોમાં સુધાર કરવાનો છે, ખાસ કરીને બોલિંગમાં હજુ કામ કરવાનું રહેશે. ટીમ માટે તે સારૂ છે કે વિશ્વકપ પહેલા અમને અમારી નબળાઈઓ વિશે જાણ થઈ ગઈ. અમારે તેમાં સુધાર કરવો પડશે. તે શીખવા પ્રમાણે અમારા માટે સારૂ છે.
ભારતીય બોલરોને ગત મેચમાં એશ્ટન ટર્નરની સાથે અસહાય જણાયા જેણે 43 બોલ પર 5 ચોગ્ગા અને 6 સિક્સની મદદથી અણનમ 84 રનની તોફાની ઈનિંગ રમી અને મેચ પલ્ટાઇ ગયો હતો. અરૂણે કહ્યું, જો તમે અમારો રેકોર્ડ જોયો હોય તો આ તેજ બોલર છે જે 75 ટકા મેચોમાં સફળ રહ્યાં છે અને આ કોઈ ટીમ માટે મોટી વાત છે. હા છેલ્લા કેટલાક મેચમાં આમ નથી થયું, હું ખુશ છું કે, તે અત્યારે થયું. તેનાથી ખ્યાલ આવે કે અમારે ઘણો અભ્યાસ કરવાની જરૂર છે જેથી વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા સુધાર કરી શકાય.
અરૂણે કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી જેમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર પણ સામેલ છે. તેણે કહ્યું, વિજયનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેને જે ક્રમ પર બેટિંગ માટે મોકલ્યો તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે તેને ચોથા, છઠ્ઠા અને સાતમાં ક્રમ પર અજમાવ્યો, તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. તેની સાથે બોલિંગમાં પણ સુધાર થયો છે. બેટિંગથી મળેલા આત્મવિશ્વાસની ઝલક તેની બોલિંગમાં દેખાઈ છે.
બોલિંગ કોચે કહ્યું, કરિયરની શરૂઆતમાં વિજય 120-125 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બોલિંગ કરતો હતો પરંતુ હવે તે 130ની ગતિથી પણ બોલ ફેંકી રહ્યો છે અને બોલિંગમાં ઘણો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. તે ટીમનું એક સકારાત્મક પાસું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે