મોદીના ગઢમાં રાહુલે ખોંખારીને કહ્યું, મસૂદ અઝહરને કોંગ્રેસે પકડ્યો હતો, પણ તમારી સરકારે છોડાવ્યો

 કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાંથી તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓને મદદ કરવાની વાત પણ કહી હતી. 

મોદીના ગઢમાં રાહુલે ખોંખારીને કહ્યું, મસૂદ અઝહરને કોંગ્રેસે પકડ્યો હતો, પણ તમારી સરકારે છોડાવ્યો

અમદાવાદ : કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાંથી તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓને મદદ કરવાની વાત પણ કહી હતી. 

15 લોકોની કંપનીને જ ફાયદો થાય છે 
વડાપ્રધાન અમીરોના રૂપિયા માફ કરે છે, પણ ખેડૂતોના વ્યાજ માફ કરતા નથી. અરુણ જેટલી કહે છે કે, તેમની વ્યાજમુક્તિ અમારી પોલિસી નથી. ફાયદો એ જ 15 લોકોની કંપનીને થાય છે. જો પીએમ મોદી સાડા ત્રણ લાખ કરોડ 15 લોકોના વ્યાજ માફ કરી શકે છે, તો ખેડૂતોના પણ વ્યાજમુક્તિ કરાવી શકે છે. મને દુખ થાય છે કે, ગુજરાતના ખેડૂતોનું વ્યાજ અમે માફ કરી શક્તા નથી. 

2019માં અમારી સરકાર બનશે તો અમે જીએસટીને રિફોર્મ કરીને એક ટેક્સનુ જીએસટી આપીશું. પીએમ મોદી દેશને એવુ કહેવા નથી માગતા કે તેમણે પાંચ વર્ષમાં રોજગારી, ખેડૂતો માટે કંઈ નથી કર્યું. તેમણે ખેડૂતો પાસેથી બોનસ છીનવ્યું. 2014માં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન ન બનાવો, ચોકીદાર બનાવો. આ સાથે જ સભામાં નારા લાગ્યા હતા. રાહુલ ગાઁધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. દરેક સ્ટેજથી તેઓ દેશભક્તિની વાત કરે છે. 

પાયલોટ અને વાયુસેનાના ખિસ્સાના રૂપિયા અનિલ અંબાણીને આપ્યા
નરેન્દ્ર મોદી વાયુસેનાના પ્રશંસા કરે છે, પણ દેશને એવુ નથી બતાવતા એ જ પાયલોટ અને વાયુસેનાના ખિસ્સામાંથી તેમણે 30 હજાર કરોડ ચોરી કરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે. યુપીએમાં એક રાફેલ માટે 526 કરોડ નક્કી કર્યા હતા. અનિલ અંબાણીએ જિંદગીમાં ક્યારેય હવાઈ જહાજ બનાવ્યા નથી. હું ગેરેન્ટીથી કહુ છું કે, અનિલ અંબાણી કાગળનુ પ્લેન પણ નહિ બનાવી શકે. નરેન્દ્ર મોદી સાથે ડેલિગેશનમાં અનિલ અંબાણી જાય છે. સીબીઆઈ ડિરેક્ટરને તગેડી મૂક્યા. ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને પૂછવા જોઈએ કે, તમે એરફોર્સના શહીદોના 30 હજાર કરોડ લઈને અનિલ અંબાણીને કેમ આપ્યા. ડિફેન્સ મીનિસ્ટરે સ્પષ્ટ લખ્યુ છે કે, નેગોસિયેશન કરાયું. 

મસૂદને કોંગ્રેસ પાર્ટીએ પકડ્યો હતો, અને તમારી સરકારે છોડાવ્યો
પુલવામામાં મસૂદ અઝહરે બોમ્બ બ્લાસ્ટ કર્યો. હું નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે, મસૂદ અઝહરને વાજપેયીની સરકારે સ્પેશિયલ હવાઈ જહાજમાં બેસાડીને રૂપિયા આપીને કંધહાર પહોંચાડ્યા. અજિત ડોભાલ મસૂદ સાથે હવાઈ જહાજમાં એસ્કોર્ટ બનીને કંદહાર ગયા હતા. તમે દેશને કહો કે, એ શહીદોને જે વ્યક્તિએ માર્યા, તેને તમે હિન્દુસ્તાનથી પરત મોકલ્યા. મસૂદને કોંગ્રેસ પાર્ટીએ પકડ્યો હતો, અને તમારી સરકારે છોડાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ પોતાના મિત્રને પાંચ એરપોર્ટ તેમના હવાલે કર્યું. મોટા લોકો માટે બધી જ સુવિધા, તમારા બાળકો માટે આતંકવાદ, ભ્રષ્ટાચાર. આવુ ભારત અમને નથી જોઈતું, અને અમે તેને નહિ બનવા દઈએ. 

કોંગ્રેસ દેશમાં ગેરેન્ટેડ મિનીમમ આવક લાગુ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીરવ મોદીને નીરવભાઈ, અનિલ અંબાણીને અનિલભાઈ, મેહુલ ચોક્સીને મેહુલભાઈ કહે છે. દિવસભર લોકોના રૂપિયા લૂંટાય છે. અમે નિર્મય લીધો છે. 2019માં અમે ઐતિહાસિક કામ કરીશું. કોંગ્રેસ પાર્ટી ગરીબો, ખેડૂતો, મજૂરોને રૂપિયા આપશે. હું આશ્વાસન આપુ છું કે, 2019માં અમારી સરકાર બનશે. કોંગ્રેસ પાર્ટી અમારી સરકાર ગેરેન્ટેડ મિનીમમ આવક લાગુ કરશે. આ રૂપિયા સીધા ખાતામાં જમા થશે. જે અમે કહીએ છીએ, તે અમે કરીને બતાવીશું. આ ઈલેક્શનમાં સત્યની જીત થશે, નરેન્દ્ર મોદી અને નફરતની હાર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news