લોકસભા ચૂંટણી 2019: મમતા બેનરજી દ્વારા ઉમેદવારોની જાહેરાત, 40.5 ટકા મહિલાઓને આપી ટિકિટ
લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષોએ પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળની તમામ 42 સીટના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ટીએમસી દ્વારા 40.5 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
Trending Photos
કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષોએ પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આ જ કડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષા મમતા બેનરજીએ મંગળવારે પોતાના ઘરે એક બેઠક કરી હતી. આ બેઠક પછી તેમણે રાજ્યની તમામ 42 સીટના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ટીએમસી દ્વારા 40.5 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
મુનમુન સેનની લોકસભા સીટમાં ફેરફાર
ટીએમસી અધ્યક્ષા મમતા બેનરજીએ બેઠક પછી જણાવ્યું કે, પાર્ટીએ આસનસોલ બેઠક પરથી અભિનેત્રી મુનમુન સેન, અભિનેત્રી સતાબ્દી રોયને બીરભૂમ, ઈસ્લામપુર બેઠક પર કનાઈલાલ અગ્રવાલ, અલીપુર દુઆર્સ બેઠક પર દશરત તિર્કી, કૂચ બિહારથી પરેશ અધિકારી, દાર્જિલિંગથી અમર રોય અને કૃષ્ણાનગરથી મહુઆ મૈત્રીને ઉમેદવાર બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મુનમુન સેન 2014માં બાંકુરા બેઠક પરથી સાંસદ બન્યાં હતાં. આ વખતે તેમની સીટમાં ફેરફાર કરાયો છે. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ એક મહત્વનું રાજ્ય બનશે. અહીં ભાજપે ટીએમસીને પડકાર ફેંકવા પોતાની તમામ તાકાત કામે લગાડી છે.
ટીએમસી સાંસદ અનુપમ હાજરા ભાજપમાં જોડાયા
આ બાજુ ચૂંટણી આવતા જ પક્ષ પલટાની પણ મોસમ પુર બહારમાં ખિલતી હોય છે. તે કડીમાં ટીએમસીના સાંસદ અનુપમ હાજરા સહિત અનેક નેતા મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ટક્કર આપવા માટે ભાજપ કોઈ કસર છોડવા મગતું નથી.
સૂત્રો અનુસાર, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પણ અનેક મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ અધિરંજન ચૌધરી પણ ભાજપમાં જોડાય એવી સંભાવના છે. જો આમ થશે તો ભાજપ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે