વનડે ટીમમાં ઋષભ પંતની જગ્યા ખાઈ શકે છે આ 3 ખેલાડી! બેટથી મચાવે છે ધમાલ

Rishabh Pant: ભારતના ત્રણ ખતરનાક ક્રિકેટર છે જેઓ ODI ટીમમાં રિષભ પંતની જગ્યા છીનવી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતનો રેકોર્ડ શાનદાર છે, પરંતુ તે ODI ફોર્મેટમાં પાછળ રહી ગયો છે.
 

વનડે ટીમમાં ઋષભ પંતની જગ્યા ખાઈ શકે છે આ 3 ખેલાડી! બેટથી મચાવે છે ધમાલ

Rishabh Pant: ભારતના ત્રણ ખતરનાક ક્રિકેટર એવા છે જે વનડે ટીમમાં ઋષભ પંતની જગ્યા ખાય શકે છે. ઋષભ પંતનો ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર છે, પરંતુ વનડે ફોર્મેટમાં તે પાછળ છે. ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 43.67ની એવરેજથી 2271 રન બનાવ્યા છે. પરંતુ જ્યારે વાત વનડે ક્રિકેટની આવે તો પંતે 33.50ની એવરેજથી માત્ર 871 રન બનાવ્યા છે. આવો જોઈએ તે ત્રણ ક્રિકેટર જે વનડે ફોર્મેટમાં ઋષભ પંતની જગ્યા ખાય શકે છે.

1. ઈશાન કિશન
યુવા વિકેટકીપર બેટર ઈશાન કિશનને પંતથી પણ ખતરનાક માનવામાં આવે છે. ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 27 વનડે મેચમાં 42.41ની એવરેજથી 933 રન બનાવ્યા છે. ઈશાન કિશનનો વનડે ક્રિકેટમાં બેસ્ટ સ્કોર 210 રન છે. 26 વર્ષીય ઈશાન કિશન અત્યારે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે, પરંતુ જલ્દી તેની વાપસી થઈ શકે છે. ઈશાન કિશનને બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો. પરંતુ હવે ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ તો પંતની મુશ્કેરી વધી જશે.

2. કેએલ રાહુલ
કેએલ રાહુલ ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટર પંતની જગ્યા માટે સૌથી મોટો ખતરો છે. કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 77 વનડે મેચમાં 49.16ની એવરેજથી 2851 રન બનાવ્યા છે. કેએલ રાહુલનો વનડેમાં બેસ્ટ સ્કોર 112 રન છે. કેએલ રાહુલે વનડેમાં 7 સદી અને 18 અડધી સદી ફટકારી છે. પંતનો વનડે રેકોર્ડ્સ રાહુલના મુકાબલે નબળો છે. પંતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 31 વનડે મેચમાં 33.50ની એવરેજથી 871 રન બનાવ્યા છે. પંતે આ ફોર્મેટમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.

3. સંજૂ સેમસન
સંજૂ સેમસન પણ વનડે ફોર્મેટમાં ઋષભ પંત માટે મુસીબત બની શકે છે. વિકેટકીપર બેટર સંજૂ સેમસન મિડલ ઓર્ડરમાં ઉતરી આક્રમક શોટ્સ ફટકારી શકે છે. સંજૂ સેમસન પાસે ક્ષમતા છે કે કોઈપણ બોલર સામે રમી શકે છે. તે સિક્સ હિટિંગ માટે પણ જાણીતો છે. સંજૂએ 16 વનડે મેચમાં 510 રન તો 30 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 444 રન બનાવ્યા છે. સંજૂ વિકેટકીપર, ફિનિશર અને ઓપનરની ભૂમિકા ભજવી શકે છે. સંજૂ સેમસન અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થતો રહ્યો છે. તે હજુ સુધી પોતાનું સ્થાન કોઈ ફોર્મેટમાં પાક્કુ કરી શક્યો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news