આફ્રિકાના સ્ટાર સ્પિનર તાહિરે કરી નિવૃતીની જાહેરાત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે અંતિમ મેચ

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા 12મા વિશ્વકપની 45મી મેચ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર માટે યાદગાર થવાની છે. આ દિવસે દક્ષિણ આફ્રિકા પોતાની અને વિશ્વકપની છેલ્લી લીગ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરશે.

આફ્રિકાના સ્ટાર સ્પિનર તાહિરે કરી નિવૃતીની જાહેરાત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે અંતિમ મેચ

માનચેસ્ટરઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ સ્પિનર ઇમરાન તાહિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. તે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે રમાનારી અંતિમ લીગ મેચ બાદ આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટને અલવિદા કહી દેશે. 

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા 12મા વિશ્વકપની 45મી મેચ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર માટે યાદગાર થવાની છે. આ દિવસે દક્ષિણ આફ્રિકા પોતાની અને વિશ્વકપની છેલ્લી લીગ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરશે. આ સિવાય આ મેચ ઇમરાન તાહિરની અંતિમ વનડે મેચ હશે. હકીકતમાં તાહિરે વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની તૈયારી કરી લીદી છે અને તેણે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. આ તેની 107મી વનડે મેચ હશે. 

દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર તાહિરે કહ્યું કે, એક ટીમની જેમ અમે પણ સારી રીતે વિશ્વકપમાંથી વિદાય લેવા ઈચ્છીએ છીએ, અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આ મેચથી વનડે ક્રિકેટને અલવિદા કહેવાનો છું અને આ ખુબ ભાવનાત્મક થવાનું છે, પરંતુ મેં તેની માટે તૈયારી કરી લીધી છે. તેણે કહ્યું કે, હું સૌભાગ્યશાળી છું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો, જે મારૂ સપનું હતું. હું તે બધાનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું જેણે મારી આ યાત્રામાં મદદ કરી. 

ઇમરાન તાહિરે કહ્યું કે હું આફ્રિકી ટીમને લઈને ચિંતિત નથી કારણ કે અહીં ઘણા યુવા ખેલાડી છે અને સારા ખેલાડી આવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે તેનામા ટેલેન્ટ છે અને થોડા અનુભવની જરૂર છે. ત્યારબાદ આફ્રિકા ક્રિકેટના તે મુકામ પર હશે જ્યાં બધા જોવા ઈચ્છે છે. 

પાકિસ્તાનમાં જન્મેલો અને આફ્રિકી મહિલા સાથે લગ્ન કર્યા બાદ ઇમરાન તાહિર આફ્રિકામાં વસી ગયો અને ત્યાંની ક્રિકેટ ટીમનો ભાગ બની ગયો હતો. ઇમરાન તાહિરે ફેબ્રુઆરી 2011મા પોતાના વનડે કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 172 વનડે વિકેટ મેળવી ચુક્યો છે. આ વિશ્વકપની પ્રથમ મેચમાં એવો સ્પિન બોલર બન્યો જેણે વિશ્વકપની પ્રથમ મેચમાં પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે પોતાની ઓવરના બીજા બોલ પર વિકેટ ઝડપી હતી. પરંતુ આ વિશ્વકપ આફ્રિકા માટે નિરાશાજનક રહ્યો. કારણ કે તે પોતાની 8 મેચોમાંથી માત્ર 2 મેચમાં જીત મેળવી શકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news