T20 World Cup 2021: જો થઈ જાય આ બે કામ, તો સેમીફાઇનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા

આઈસીસી ટી20 વિશ્વકપમાં હવે લીગ રાઉન્ડ સમાપ્તિ પર છે. તેવામાં સેમીફાઇનલની રેસ રોમાંચક બની છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઇનલમાં પહોંચવા માટે પોતાની અંતિમ બંને મેચ જીતવી પડશે સાથે આશા કરવી પડશે કે ન્યૂઝીલેન્ડ પોતાની એક મેચ હારે. 

T20 World Cup 2021: જો થઈ જાય આ બે કામ, તો સેમીફાઇનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા

દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021ના ગ્રુપ-2માંથી પાકિસ્તાન સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી ચુક્યું છે, પરંતુ આ ગ્રુપથી બીજી કઈ ટીમ સેમીફાઇનલમાં પહોંચશે, તેના પર સસ્પેન્સ યથાવત છે. ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન હાલ આ દોડમાં સામેલ છે. ટીમ ઈન્ડિયાનો માર્ગ આ ત્રણેયમાં સૌથી મુશ્કેલ લાગી રહ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનનો રસ્તો પણ કાંટાળો છે. સૌથી મજબૂત સ્થિતિમાં હાલ ન્યૂઝીલેન્ડની ટીમ જોવા મળી રહી છે. ગ્રુપ-2ના બાકી મેચોમાં જો બે વસ્તુ થાય તો ભારત સેમીફાઇનલમાં પહોંચી શકે છે. ભારત, ન્યૂઝીલેન્ડ ત્રણ-ત્રણ મેચ રમી ચુકી છે, જ્યારે અફઘાનિસ્તાન ચાર મેચ રમી ચુક્યું છે. ચાલો સમજીએ ગણિત... કઈ રીતે ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી શકે છે. 

બંને મેચ મોટા અંતરથી જીતવી
ટીમ ઈન્ડિયાએ પોતાની બાકી બે મેચ સ્કોટલેન્ડ અને નામીબિયા વિરુદ્ધ રમવાની છે. પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટથી અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8 વિકેટથી હાર બાદ ટીમ ઈન્ડિયાની રનરેટ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ અફઘાનિસ્તાન સામે 66 રનની જીત બાદ ભારતે તેમાં સુધાર કર્યો છે, પરંતુ તેનાથી કામ ચાલશે નહીં. ટીમ ઈન્ડિયાએ પોતાની બાકી બે મેચ મોટા અંતરથી જીતવી પડશે, જો ભારત પ્રથમ બેટિંગ કરે છે તો તેણે ઓછામાં ઓછા 60-70  રનથી જીત મેળવવી પડશે અને જો પ્રથમ બોલિંગ કરે તો ઓછી ઓવરોમાં લક્ષ્ય હાસિલ કરવો પડશે. 

T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ, કારણ ચોંકાવનારું...

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ પર નજર
ન્યૂઝીલેન્ડ આજે નામીબિયા સામે રમી રહ્યું છે, જો નામીબિયા જીતે તો ભારતનો માર્ગ આસાન થઈ શકે છે. ભારત જો પોતાની બંને મેચ જીતે તો તેણે જોવાનું હશે કે અફઘાનિસ્તાન પોતાની અંતિમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવે. જો આમ કરવા પર ભારત, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ત્રણેયના ખાતામાં 6-6 પોઈન્ટ થઈ જશે અને પછી સેમીફાઇનલમાં પહોંચવા માટે નેટ રનરેટનો હિસાબ થશે. ન્યૂઝીલેન્ડ જો પોતાની બાકી બંને મેચ જીતી જશે તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે. 

ગ્રુપ-2 પોઈન્ટ ટેબલ
No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news