World Cup માં આ વખતે ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે બે 'બુમરાહ'! તમામ ટીમોમાં ફફડાટ

Team India For T20 World Cup 2022: આ વખતે વર્લ્ડ કપમાં તમામ ટીમોમાં ફફડાટ! ટીમ ઈન્ડિયા પાસે છે ઘાતક બોલરની જોડી...

World Cup માં આ વખતે ટીમ ઈન્ડિયામાં એક સાથે રમશે બે 'બુમરાહ'! તમામ ટીમોમાં ફફડાટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના તેજ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ ગઈ છે. તેમને ટી 20 વર્લ્ડ કપ 2022 માટે ટીમમાં પસંદગી થઈ છે. એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહ જેવા બોલરની કમી પડી હતી. ત્યારે હવે ટીમમાં ફરી એકવાર એકસાથે બે બુમરાહ રમતા જોવા મળશે. કેમ કે, ટીમમાં એક એવા ખેલાડીને જગ્યા મળી છે જે બુમરાહ જેવી તેજ બોલિંગ કરે છે. 

આ ખેલાડી બનશે બીજો બુમરાહઃ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદથી ટીમ ઈન્ડિયાની બહાર હતા. તેઓ હાલમાં જ પોતાની બેક ઈન્જરીથી સાજા થયા છે. ત્યારે ટી20 વર્લ્ડ કપ 2022માં જસપ્રીત બુમરાહની સાથે સાથે અર્શદીપ સિંહને પણ શામેલ કરવામાં આવ્યા છે. અર્શદીપ સિંહે પોતાના નાના કરિયરમાં જ અલગ ઓળખાણ ઉભી કરી છે. અને હવે તે બુમરાહ સાથે રમતા દેખાશે.

બંને બોલરોની એક જેવી ખાસિયતઃ
જસપ્રીત બુમરાહ છેલ્લી ઓવરોમાં સટીક યોર્કર બોલ ફેંકવા માટે જાણીતા છે. જ્યારે અર્શદીપ સિંહની પણ આ જ મોટી ખાસિયત છે. આઈપીએલ 2022માં તો અર્શદીપ સિંહે બુમરાહથી વધારે યોર્કર બોલ ફેંક્યા હતા. તેવામાં આ બંને ખેલાડી એકસાથે ટીમ ઈન્ડિયામાં રમશે. અર્શદીપે તો એશિયા કપ 2022માં પણ કંઈક એવપં જ પ્રદર્શન બતાવ્યું હતું.

પોતાના નાના કરિયરમાં મચાવી ધમાલઃ
અર્શદીપ સિંહે પોતાના નાના કરિયરમાં મોટું નામ કમાઈ લીધું છે. અર્શદીપ સિંહે ઈન્ગલેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરીને એશિયા કપ 2022માં જગ્યા બનાવી હતી અને હવે તે ટી20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ બન્યો છે. 23 વર્ષના અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 11 ટી20 મેચ રમી છે. આ મેચમાં તેમનેમાત્ર 7.39ની ઈકોનોમીથી રન આપીને 14 વિકેટ પોતાના નામે કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news