ભોજનમાંથી વંદો નીકળ્યો! વાલીએ ફેસબુક પર ફરિયાદ કરી તો વડોદરાની સ્કૂલની ખુલ્લેઆમ દાદાગીરી

વડોદરા શહેરના આજવા-નિમેટા રોડ પર અમેરિકન સ્કૂલ ઓફ બરોડા આવેલી છે. જેમાં વાલીઓએ શાળાના ખરાબ ભોજન અંગે ફેસબુક પર કોમેન્ટ કરી હતી. વાલીઓએ ભોજનમાંથી વંદો નિકળતા ટકોર કરવી ભારે પડી છે. 

ભોજનમાંથી વંદો નીકળ્યો! વાલીએ ફેસબુક પર ફરિયાદ કરી તો વડોદરાની સ્કૂલની ખુલ્લેઆમ દાદાગીરી

રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં અનેક વખત શાળાઓની જોહૂકમી સામે આવી ચૂકી છે, ત્યારે વડોદરાની અમેરિકન સ્કૂલે દાદાગીરીની હદ વટાવી દીધી છે. વાલીએ ખાવામાં વંદો નીકળતા વાલીએ ફેસબુક પર એક કૉમેન્ટ કરી હતી. ત્યારબાદ સ્કૂલ અને વાલી વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેમાં અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ દાદાગીરી કરીને નર્સરીની બાળકી અને ધોરણ-7ના વિદ્યાર્થીનું LC ઘરે મોકલાવી દીધું છે. આ ઘટનાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના આજવા-નિમેટા રોડ પર અમેરિકન સ્કૂલ ઓફ બરોડા આવેલી છે. જેમાં વાલીઓએ શાળાના ખરાબ ભોજન અંગે ફેસબુક પર કોમેન્ટ કરી હતી. વાલીઓએ ભોજનમાંથી વંદો નિકળતા ટકોર કરવી ભારે પડી છે. 

આ ઘટના બાદ સ્કૂલે કોઈ પણ પ્રકારની નોટિસ વિના નર્સરીની બાળકી અને ધોરણ-7ના એક વિદ્યાર્થી એમ કુલ 2 વિદ્યાર્થીઓના એલસી આપી દીધા હોવાનું સામે આવ્યું છે. હાલ વડોદરા વાલી એસોસિએશન દ્વારા સ્કૂલની બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો. વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે. વાલીઓના વિરોધના પગલે સ્કૂલ સંચાલકોએ પોલીસ બોલાવી હતી.

આજે વાલી એસોસિએશને સ્કૂલની બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલી એસોસિએશને 'અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની માન્યતા રદ્દ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓનું કહેવું છે કે, આ મામલે  DEOને ફરિયાદ કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news