T20 World Cup: વિલિયમસનની તોફાની ઈનિંગના દમ પર સેમીફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, આયરલેન્ડને 35 રનથી હરાવ્યું
T20 World Cup 2022: કેપ્ટન કેન વિલિયમસનના ઝંઝાવતના દમ પર ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. કેન વિલિયમસને 35 બોલ પર 61 રન કર્યા અને લોકી ફર્ગ્યૂસને 3 વિકેટ ઝડપી લેતા ન્યૂઝીલેન્ડે ગ્રુપ 1ના પોતાના અંતિમ મુકાબલામાં આયરલેન્ડે 35 રનથી હરાવ્યું.
Trending Photos
T20 World Cup 2022: કેપ્ટન કેન વિલિયમસનના ઝંઝાવતના દમ પર ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. કેન વિલિયમસને 35 બોલ પર 61 રન કર્યા અને લોકી ફર્ગ્યૂસને 3 વિકેટ ઝડપી લેતા ન્યૂઝીલેન્ડે ગ્રુપ 1ના પોતાના અંતિમ મુકાબલામાં આયરલેન્ડે 35 રનથી હરાવ્યું.
સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડે આ જીત સાથે ગ્રુપ 1ના પોઈન્ટ્સ ટેબલમાં 7 અંક મેળવ્યા અને ટોપ પર પહોંચી ગયું તથા સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી. ન્યૂઝીલેન્ડ ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ છે.
વિલિયમસનને 'પ્લેયર ઓફ ધ મેચ' નો પુરસ્કાર મળ્યો
ન્યૂઝીલેન્ડે એડિલેડ ઓવલમાં સુપર 12ના ગ્રુપ 1ની મેચમાં પહેલા બેટિંગ કરતા આયરલેન્ડ વિરુદ્ધ 6 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા આયરલેન્ડની ટીમ 9 વિકેટ પર 150 રન જ બનાવી શકી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને તેમની તોફાની ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો.
કેન વિલિયમસને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી. કેન વિલિયમસને 35 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 61 રન કર્યા. ફિલ એલેને 32 રન અને ડેવોન કોન્વેએ 28 રનનું યોગદાન આપ્યું. ડેરેલ મિશેલે 21 બોલ પર અણનમ 31 રન કર્યા.
આ Video પણ ખાસ જુઓ...
આયરલેન્ડના બોલરે લીધી હેટ્રિક
આયરલેન્ડના ફાસ્ટ બોલર જોશ લિટિલે અહીં એક શાનદાર કારનામું કરી બતાવ્યું. આયરલેન્ડના ફાસ્ટ બોલર જોશ લિટિલે પોતાની ચોથી અને ન્યૂઝીલેન્ડની ઈનિંગની 19મી ઓવરમાં ટુર્નામેન્ટમાં બીજી હેટ્રિક ઝડપી. તેણે 19મી ઓવરના બીજા બોલે કેન વિલિયમસન (61), ત્રીજા બોલે જેમ્સ નીશમ (0) અને ચોથા બોલે મિશેલ સેન્ટનર (0)ની વિકેટ લીધી. જોશ લિટિલની હેટ્રિક છતાં ન્યૂઝીલેન્ડે મજબૂત સ્કોર બનાવ્યો જે અંતમાં આયરલેન્ડ પર ભારે પડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે