T20 World Cup 2022: ભારત-પાકિસ્તાન મુકાબલાના કારણે મેલબોર્નમાં મુંબઈ જેવો માહોલ
India vs Pakistan T20 World Cup 2022: બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે, એકમાં પાકિસ્તાનનો વિજય થયો છે.
Trending Photos
મેલબોર્નઃ ક્રિકેટની રમતની વાત આવે ત્યારે આ ખેલની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય પણ ભારતમાં ક્રિકેટ એક ધર્મ બની ગયો છે. ક્રિકેટની વાત આવે ત્યારે લોકો બધુ ભુલીને એક થઈ જાય છે. એમાંય વાત જ્યારે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની હોય ત્યારે રમતનો રોમાંચ બમણો થઈ જાય છે. આજે ઓસ્ટ્રલિયાની ધરતી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2022 નો પહેલો મુકાબલો રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. આ મેચને પગલે હાલ મેલમોર્નમાં પણ ભારતીય દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
મહામુકાબલાના કારણે મેલબોર્નમાં મુંબઈ જેવો માહોલ:
મેલબોર્નના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુખ્ય છે. ટીમ ઈન્ડિયાના ફેંસે કહ્યું, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અહીંનું વાતાવરણ કોઈ ભારતીય શહેરમાં હોવાનો અહેસાસ કરાવે છે. અમે 3 દિવસ પહેલા અહીં આવ્યા છીએ. અમે ભારતીય ટીમની જર્સી પહેરીને ફરતા હોઈએ છીએ. દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મુકાબલો તમામ મુકાબલાઓ પર ભારે છે.
Melbourne | We're very excited. The atmosphere here is giving the feel of being in an Indian town: Team India fan
We came here 3 days ago. We're wearing the Indian team jersey & roaming around. Fans from all over world have come. This is the father of all matches: Team India fan pic.twitter.com/89YX645N1D
— ANI (@ANI) October 23, 2022
ભારત માટે ખુશીની વાતઃ
ક્રિકેટના ટ્રેક રેકોર્ડને ચેક કરીએ વર્લ્ડકપમાં તો પાકિસ્તાન સામે હંમેશા ભારતનું પલડું ભારે રહ્યું છે. એમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા કંટ્રીને વાત કરીએ તો અહીં ની કંડીશન પાકિસ્તાનને માફક આવતી નથી. ક્રિકેટમાં પણ ટી20માં ક્યારેય પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં કોઈ મેચ જીત્યું નથી.
કેમ વધી છે ભારતની ચિંતા?
પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે. ભારતને ડેથ ઓવરમાં 15 થી 25 રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવણ ઉભી કરી શકે છે.
મફતમાં માણો મેચની મજાઃ
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ શકો છો. આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રી ડીશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ માટે કોઈ ચાર્જ નથી. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ મેચ જોઈ શકો છો.
ઉલ્લેખનીય છેકે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે, એકમાં પાકિસ્તાનનો વિજય થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે