T20 World Cup: હવે અફઘાનિસ્તાનના ભરોસે હિન્દુસ્તાન, કરોડો ભારતીયો કરશે રાશિદ એન્ડ કંપનીનું સમર્થન
How India can qualify for the semi-final: ભારતીય ટીમે અફઘાનિસ્તાન બાદ સ્કોટલેન્ડ પર મોટી જીત મેળવી છે. આ જીતથી તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશાને બળ મળ્યું છે.
Trending Photos
દુબઈઃ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના 33માં જન્મદિવસ પર ભારતીય ટીમ (IND Beat SCO) દિવાળીના એક દિવસ બાદ સ્કોટલેન્ડને ધરાશાયી કરી દીધુ. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે પહેલા સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં ઢેર કરી દીધું હતું. ત્યારબાદ કેએલ રાહુલ અને રોહિત શર્માની પાવર બેટિંગથી માત્ર 39 બોલમાં મેચ 8 વિકેટથી જીતતા પોતાની નેટ રનરેટને મોટી છલાંગ આપી છે. સુપર-12ના ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા હવે 4 મેચોમાં 4 પોઈન્ટ થઈ ગયા છે અને તે ન્યૂઝીલેન્ડ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
હવે હિન્દુસ્તાનને અફઘાનિસ્તાન પર વિશ્વાસ
હવે ભારતીય ટીમનું સેમીફાઇનલમાં પહોંચવું કિસ્મત અને અફઘાનિસ્તાન (AFG vs NZ T20 World Cup) પર નિર્ભર કરે છે. જો ભારતે સેમીફાઇનલમાં પહોંચવુ છે તો રવિવારે થનાર અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચમાં મોહમ્મદ નબીની આગેવાનીવાળી અફઘાન ટીમે કોઈ પણ સ્થિતિમાં જીતવી પડશે. ત્યારબાદ ભારતે છેલ્લી મેચમાં નામીબિયાને હરાવવું પડશે.
આ છે સમીકરણઃ જો આમ થયું તો ભારત પહોંચશે સેમીફાઇનલમાં
હાલ ન્યૂઝીલેન્ડના 6 પોઈન્ટ છે અને જો તે અફઘાનિસ્તાન સામે જીતી જાય તો સીધુ સેમીફાઇનલમાં પહોંચી જશે. તેવામાં ભારત અને નામીબિયા મેચ માત્ર ઔપચારિક હશે. તેના પરિણામથી ટૂર્નામેન્ટ પર કોઈ અસર નહીં પડે. પરંતુ જો અફઘાનિસ્તાન જીતી જાય તો તેના 6 પોઈન્ટ થઈ જશે. તેવામાં ભારતે કોઈપણ સ્થિતિમાં નામીબિયાને હરાવવું પડશે, ત્યારબાદ તેના 6 પોઈન્ટ થઈ જશે. તેવામાં ભારત અને અફઘાનિસ્તાનમાંથી કોઈ એક ટીમ સેમીફાઇનલમાં પહોંચશે, જેની નેટ રનરેટ સારી હશે.
આ માટે રાશિદ ખાનની ટીમ પાસે પાસુ પલટવાની આશા
કરોડો ભારતીય ફેન્સ ઈચ્છશે કે અફઘાનિસ્તાનના જાદૂઈ સ્પિનર રાશિદ ખાનનો જાદૂ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલે અને તેની ટીમ જીતે. રાશિદ અને કેન વિલિયમસન IPL ની ફ્રેન્ચાઇઝી હૈદરાબાદનો ભાગ છે. તેવામાં રાશિદ સારી રીતે પોતાના આઈપીએલ કેપ્ટનની ખામી અને ગેમ પ્લાનને સમજે છે તો વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના ફેન્સ અફઘાનિસ્તાન પાસે અપસેટની આશા કરી શકે છે.
ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ | NRR |
પાકિસ્તાન | 4 | 4 | 0 | 8 | +1.065 |
ન્યૂઝીલેન્ડ | 4 | 3 | 1 | 6 | +1.277 |
ભારત | 4 | 2 | 2 | 4 | +1.619 |
અફઘાનિસ્તાન | 4 | 2 | 2 | 4 | +1.481 |
આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે