Syed Modi International: સમીર વર્માએ જીત્યું સિંગલ્સનું ટાઇટલ, ચીનના લુ ગુઆંગ્ઝુને આપ્યો પરાજય

 Syed Modi International: સમીર વર્માએ જીત્યું સિંગલ્સનું ટાઇટલ, ચીનના લુ ગુઆંગ્ઝુને આપ્યો   પરાજય

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર શટલર સમીર વર્માએ સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય ગ્રાં પ્રીના સિંગલ્સનો ખિતાબ  પોતાના નામે કરી લીધો છે. ટાઇટલ મુકાબલામાં તેણે ચીનના કુ ગુઆંગ્ઝુને 16-21, 21-19, 21-14થી હરાવ્યો  હતો. સમીરે સતત બીજીવાર આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેણે ગત વર્ષે પ્રણીતને હરાવીને આ ટાઇટલ  પોતાના નામે કર્યું હતું અને આ વર્ષે પણ ટાઇટલ યથાવત રાખ્યું છે. પરંતુ ઓલંમ્પિલ મેડલ વિજેતા સાઇના  નેહવાલ મહિલા વર્ગનો તાજ બીજીવાર હાસિલ ન કરી શકી. તેને ચીનની હાન યૂ વિરુદ્ધ 18-21, 8-21થી  પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

સમીરે 1 કલાક 10 મિનિટમાં આ ટાઇટલ જીત્યું હતું. વર્લ્ડ નંબર-16 સમીરનો વર્લ્ડ નંબર-36 ગુઆંગ્ઝુ વિરુદ્ધ આ  પ્રથમ જીત છે. આ જીતની સાથે તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગુઆંગ્ઝુ સામે મળેલી હારનો હિસાબ પણ  ચુકતો કરી લીધો છે. તેણે જ્યારે ગુઆંગ્ઝુ વિરુદ્ધ પોતાનો કરિયર રેકોર્ડ 1-1 કરી લીધો છે. સમીર પહેલા ગેમમાં  થોડો નરમ રહ્યો અને તે પ્રથમ ગેમ 16-21થી હારી ગયો હતો. 

ત્યારબાદ તેણે બીજી ગેમમાં જોરદાર વાપસી કરી અને 14-11થી લીડ બનાવ્યા બાદ તેણે 21-19થી ગેમ જીતી  લીધી. ત્રીજો અને નિર્ણાયક ગેમમાં બંન્ને ખેલાડી સારી લયમાં જોવા મળ્યા. સમીર આ ગેમમાં એક સમયે 7-3થી  આગળ ચાલી રહ્યો હતો. ત્યારબાદ ચીની ખેલાડી 7-7ની બરોબરી હાસિલ કર્યા બાદ 10-7થી લીડ બનાવી લીધી.  સમીરે ફરી વાપસી કરી અને પહેલા તો 10-10ની બરોબરી હાસિલ કરી અને પછી તેમણે 16-12ની સારી લીડ  બનાવી લીધી. ચીની ખેલાડી ત્યારબાદ ગેમમાં પાછળ રહ્યો અને સમીરે 19-14ની લીડ મેળવ્યા બાદ 21-14થી  ગેમ અને મેચ પોતાના નામે કરી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news