FIFA WORLD CUP 2018: સ્વિત્ઝરલેન્ડે સર્બિયાને 2-1થી હરાવ્યું

90મી મિનિટે કરેલા જેદરાન શકીરીના ગોલે સ્વિત્ઝરલેન્ડને સર્બિયા વિરુદ્ધ 2-1થી જીત અપાવી.

FIFA WORLD CUP 2018: સ્વિત્ઝરલેન્ડે સર્બિયાને 2-1થી હરાવ્યું

કાલિનઇનગ્રાદઃ 90મી મિનિટે કરેલા જેદરાન શકીરીના ગોલે સ્વિત્ઝરલેન્ડને સર્બિયા વિરુદ્ધ 2-1થી જીત અપાવી. શુક્રવારે કાલિનઇનગ્રાદમાં રમાયેલી ફીફા વિશ્વ કપના ગ્રુપ-ઈના મેચમાં સ્વિત્ઝરલેન્ડે જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની પોતાની આશાને વધારી દીધી છે. 

શકીરીએ પોતાના હાફમાં જ સર્બિયાના એક ખેલાડીના પાસને ઝડપીને અને બોલને લઈને આગળ વધી ગયો. તેણે સર્બિયાના ગોલકીપર વ્લાદિમીર સ્તોકોવિચને ચોંકાવતા બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો. 

એલેક્સજેન્ડર મમિત્રોવિચે સર્બિયાને શાનદાર શરૂઆત અપાવી. તેણે મેચની પાંચમી મિનિટે પોતાની ટીમને લીડ અપાવી. દુસાન ટૈડિકના પાસને તેણે હેડરની મદદથી સ્વિસ ગોલકીપર યાન સમરને પછાડીને બોલને નેટમાં પહોંચાડી દીધો. 

પ્રથમ હાફમાં સર્બિયાઇ ખેલાડીઓનો દબદબો રહ્યો પરંતુ મેચના બીજા હાફમાં સ્વિસ ટીમે શાનદાર વાપસી કરી. ગ્રૈનિટ જાકાએ પેનલ્ટી બોક્સની બહાર રિબાઉન્ડ બોલ પર કાબૂ મેળવીને તેને ગોલમાં પરિવર્તિત કરી દીધો. તેણે 52મી મિનિટે ગોલ કર્યો. 

સ્વિત્ઝરલેન્ડની જીત બાદ ગ્રુપ હવે પૂર્ણ રીતે ખુલી ગયું છે. બ્રાઝીલ અને સ્વિત્ઝરલેન્ડના ચાર-ચાર અંક છે અને સર્બિયાના ત્રણ અંક છે. પરંતુ સ્વિત્ઝરલેન્ડનો અંતિમ મેચ કોસ્ટા રિકા સામે છે જે પહેલાથી જ રાઉન્ડ ઓફ 16ની દોડમાંથી બહાર થઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news