કાશ્મીરમાં 21 ખૂંખાર આતંકીઓનું 'હિટ લિસ્ટ' તૈયાર, વીણી વીણીને ખાતમો કરશે સુરક્ષાદળો
એક અહેવાલ મુજબ સુરક્ષાદળોના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 21 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન ચાલુ છે. જેમાં 11 હિજબુલ મુજાહિદ્દીન, સાત લશ્કર એ તૈયબા, બે જૈશ એ મોહમ્મદ અને એક અસર ગજવત ઉલ હિંદનો આતંકી સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનો ઓપરેશન ઝડપી બન્યું છે. શુક્રવારે દક્ષિણી કાશ્મીરના નૌશેરા ગામમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ અને કાશ્મીર (આઈએસજેકે)ના ચીફ દાઉદ અહમ સલાફી અને તેના 3 સાથી આતંકીઓા ખાત્મા બાદ સુરક્ષાદળોના હિટ લિસ્ટમાં 21 ટોપ ટેરરિસ્ટ છે. આ અથડામણ અમરનાથ યાત્રા શરૂ થાય તેના છ દિવસ પહેલા જ થઈ.
મળતી માહિતી મુજબ દાઉદ જેને સલાફી અને બુરહાનના નામથી પણ ઓળખવામાં આવતો હતો તે આઈએસઆઈએસના જમ્મુ કાશ્મીરનો પ્રમુખ હતો. તે પોલીસકર્મીઓ પર અનેક આતંકી હુમલા, હથિયાર પડાવવા અને પથ્થરબાજીના મામલાઓમાં સામેલ હતો. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગ્યા બાદ આ એન્કાઉન્ટર સુરક્ષાદળોની મોટી ઉપલબ્ધિ ગણાવાઈ રહ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ સુરક્ષાદળોના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 21 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન ચાલુ છે. જેમાં 11 હિજબુલ મુજાહિદ્દીન, સાત લશ્કર એ તૈયબા, બે જૈશ એ મોહમ્મદ અને એક અસર ગજવત ઉલ હિંદનો આતંકી સામેલ છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ સુરક્ષાદળોનું ધ્યાન આ 21 મુખ્ય આતંકીઓ વિરુદ્ધ ગુપ્ત જાણકારીઓ મેળવવા અને ઓપરેશન ચલાવવા પર છે. જેમાંથી છ ને એ+++ની ઉચ્ચ શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ 21 આતંકીઓનો ખાત્મો થયો તો કાશ્મીર ઘાટીના હાલાતમાં ઘણો સુધારો થશે અને આતંકવાદીઓની કમર તૂટી જશે.
જે છ આતંકીઓને A+++ની શ્રેણીમાં રખાયા છે તેમાં હિજબુલ મુજાહિદ્દીનાના રિયાઝ અહેમદ નાયકૂ (ઘાટીમાં ચીફ ઓપરેશનલ કમાન્ડર) અલ્તાફ અહેમદ ડાર (ડિવિઝન, દક્ષિણ કાશ્મીર), ઉમર મજીદ ગની(કુલગામના હવૂરાનો રહીશ) અને જીનત ઉલ ઈસ્લામ (શોપીયા, સુગન) સામેલ છે. જ્યારે અન્ય બેમાં લશ્કરના મુસ્તાક અહેમદ મીર (શોપિયા, ચલ ચોલનનો રહીશ) જ્યારે એજીએચનો કમાન્ડર ઝકીર રશીદ ભટ(ત્રાલનો રહીશ) સામેલ છે.
હિટ લિસ્ટમાં સામેલ લશ્કરના 3 અન્ય આતંકીઓ પાકિસ્તાનના છે. તેમના નામ અબુ મુસ્લિમ, અબુ ઝરગામ અને મોહમ્મદ નવીન જદ છે. જેમને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે.
હિજબુલના અન્ય આતંકી મોહમ્મદ અશરફ ખન (કોકેરનાગ, અનંતનાગ), મોહમ્મદ અબ્બાસ શેખ (કૈમૂહ, કુલગામ), સૈફુલ્લાહ મીર (મલંગપુર, પુલવામા), લતીફ અહેમદ ડાર (ડોગીરપુર, અવંતીપુર), ઉમર ફયાઝ લોન (ત્રાલ), મનન વની (કૂપવાડા, નિવાસી એએમયુ રિસર્ચ સ્કોલર), ઔઋ જુનૈદ અશરફ સહરઈ (તહરીક એ હુર્રિયતના પ્રમુખ અશરફ સહરઈનો પુત્ર). જ્યારે લશ્કર એ તૈયબાના અન્ય આતંકીઓમાં આઝાદ અહેમદ મસલિક (મલિકપુર, અનંતનાગ), શકૂર અહેમદ ડાર (તેંગપુરા, કુલગામ) રિયાઝ અહેમદ ડાર (પુલવામા) સામેલ છે.
જૈશ એ મોહમ્મદના બે અન્ય આતંકીઓમાં ઝહીદ અહેમદ વાની (કરીમાબાદ, પુલવામા) અને મુદાસિર અહેમદ ખાન (મીદપુર, અવંતીપુર) સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે