શું ચક્રવાતી તોફાનની ગુજરાતમાં અસર થશે? એક સાથે 4 રાજ્યોમાં એલર્ટ, જાણો શું કહે છે અંબાલાલ

Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે, જુઓ શું કહે છે આગાહી. 

1/9
image

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પણ જોવા મળશે. જેના કારણે આ રાજ્યોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેન્નાઈ સહિત ઘણા જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે.

2/9
image

દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડી વધવા લાગી છે જેના કારણે લોકોને સ્વેટર પહેરવાની ફરજ પડી છે. જ્યારે, તમિલનાડુમાં વાવાઝોડોનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત માટે આગાહી

3/9
image

ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. 

અંબાલાલની આગાહી

4/9
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

સ્પેશિયલ ટીમો તૈનાત

5/9
image

સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ 26થી 28 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરેલી છે. ત્યારબાદ એનડીઆરએફની ચોથી ટુકડીની 7 ટીમોને તરત તૈનાત કરાઈ. આ ટીમમાં 30 બચાવકર્મી સામેલ છે. તોફાનની અસર 1 અને 2 ડિસેમ્બરે પણ જોવા મળી શકે છે.

શાળા કોલેજોમાં રજા

6/9
image

27 નવેમ્બરના હવામાનની સ્થિતિ જોતા પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, સરકારી ગ્રાન્ટવાળી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નાગપટ્ટિનમ, મયિલાદુથુરાઈ અને તિરુવરુર સહિત અનેક વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરાઈ છે. 

દિલ્હીનું મોસમ

7/9
image

દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં ધુમ્મસ રહેશે. IMD અનુસાર આ સમગ્ર અઠવાડિયામાં દિલ્હીનું મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

8/9
image

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય તટીય આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. દિલ્હી અને NCRનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) "ખૂબ જ નબળી" શ્રેણીમાં રહેશે.

દેશની મોસમી ગતિવિધિઓ.

9/9
image

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના હિંદ મહાસાગરમાં દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં એક ચક્રવાતનું પરિભ્રમણ છે, જેના કારણે આ ક્ષેત્રમાં હળવા વરસાદની સંભાવના રહેશે. આ સિવાય 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર પર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે.