Who is Urvil Patel: IPLમાં અનસોલ્ડ રહેતાં મેંહાણાવાળાએ બોલ પર ગુસ્સો ઉતાર્યો, 28 બોલમાં ફટકારી સદી
Who is Urvil Patel: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાતે ત્રિપુરાને 8 વિકેટે હરાવ્યું છે. ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં T20 ફોર્મેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં ઉર્વિલ પટેલે 35 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Trending Photos
Who is Urvil Patel: ગુજરાતના ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે તોફાની ઇનિંગ રમી હતી અને માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાતે ત્રિપુરાને 8 વિકેટે હરાવ્યું છે. ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં T20 ફોર્મેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં ઉર્વિલ પટેલે 35 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી હતી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે 27મી નવેમ્બર એટલે કે બુધવારે મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ 8 વિકેટે આસાનીથી જીતી લીધી હતી. જો કે ગુજરાતની આ જીતમાં 26 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન ઉર્વીલ પટેલે નવો ઈતિહાસ રચ્યો છે. તેણે ટી20 ફોર્મેટમાં માત્ર 28 બોલમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. તેણે 28 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા ઉર્વીલ પટેલે 35 બોલનો સામનો કરીને અને 322ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 113 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 12 સિક્સર ફટકારી હતી.
કોણ છે ઉર્વિલ પટેલ જેણે 28 બોલમાં સદી ફટકારી?
ઉર્વિલ પટેલનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ મહેસાણા ખાતે થયો હતો. જો કે તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ઉર્વીલે 2017-18માં ઝોનલ ટી20 લીગમાં બરોડા માટે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. પટેલે એક મહિના પછી જ લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો. 2018-19 રણજી ટ્રોફી સીઝન પહેલાં ઉર્વિલ પટેલ બરોડા છોડીને ગુજરાત ટીમમાં શિફ્ટ થયો હતો.
તમને જણાવી દઈએ કે ઉર્વિલ વિકેટકીપર બેટ્સમેન છે. 2023ની IPLની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તાજેતરમાં યોજાયેલી IPL 2025ની મેગા હરાજીમાં ઉર્વીલ પટેલને કોઈ ખરીદદાર મળ્યો ન હતો. જેની કિંમત 30 લાખ રૂપિયા હતી.
ઉર્વીલે 28 બોલમાં સદી ફટકારીને ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો
ઉર્વિલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ઋષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રિષભ પંતના નામે હતો. આ સિવાય લિસ્ટ A ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે. તેણે 2023માં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે