સુરેશ રૈનાનો કમાલ, આઈપીએલમાં 5 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
સુરેશ રૈનાએ આઈપીએલના ઈતિહાસ (2008-2019)માં સૌથી પહેલા પાંચ હજાર રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. રૈનાએ 173 ઈનિંગ રમીને 5 હજાર રન પૂરા કર્યાં છે.
Trending Photos
ચેન્નઈઃ આઈપીએલની 12મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે.
આરસીબી અને ચેન્નઈ વચ્ચે આઈપીએલ સિઝન 12ના ઉદઘાટન મેચમાં સુરેશ રૈનાએ 15 રન બનાવવાની સાથે આઈપીએલમાં એક મોટો કીર્તિમાન પોતાના નામે નોંધાવી દીધો છે.
મહત્વનું છે કે, સુરેશ રૈના આઈપીએલના ઈતિહાસમાં (2008-2019)માં સૌથી પહેલા 5000 રનનો આંકડો પાર કરી લીધો છે. રૈનાએ આઈપીએલમાં સર્વાધિક 173 ઈનિંગ રમીને 34.43ની એવરેજથી 5000 રન પૂરા કરી લીધા છે, જેમાં એક સદી અને 35 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન છે.
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
1. સુરેશ રૈના (ચેન્નઈ, ગુજરાત લાયન્સ) - 173 ઈનિંગ, 5000*, 1 સદી, 35 અડધી સદી
2. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)- 156 ઈનિંગ, 4954 રન, 4 સજી, 34 અડધી સદી
3. રોહિત શર્મા (ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઈન્ડિયન્સ) - 168 ઈનિંગ, 4493 રન, 1 સદી, 34 અડધી સદી
4. ગૌતમ ગંભીર (કોલકત્તા, દિલ્હી ડેયરડેવિલ્સ) - 152 ઈનિંગસ 4217 રન, 36 અડધી સદી
સુરેશ રૈના સિવાય આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી પણ આ રેકોર્ડ બનાવવાની નજીક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે