21 વર્ષીય પાટીદાર યુવતી વિમેન્સ અંડર 23માં લીધી 10 વિકેટ, છોકરાઓ સાથે રમી એક્સપર્ટ બની

માત્ર, 21 વર્ષની ઉંમરે તે અંડર 20માં ગુજરાત ક્રિકેટ ટીમની કેપ્ટન પણ રહી ચુકી છે અને હવે તે તેને વુમન્સ અંડર 23માં ગુજરાત ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ટીમને મજબૂત કરી રહી છે. જ્યારે કોઈ છોકરી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે તો તેની પાછળ ચોક્કસ કોઈ વાર્તા હોય છે.

21 વર્ષીય પાટીદાર યુવતી વિમેન્સ અંડર 23માં લીધી 10 વિકેટ, છોકરાઓ સાથે રમી એક્સપર્ટ બની

ઝી બ્યુરો/સુરત: 21 વર્ષીય રાજવીના પરિવારમાં આજ સુધી કોઈએ ક્રિકેટ રમ્યું નથી, પરંતુ આ પટેલ પરિવારમાંથી આવેલી રાજીવે અંડર 23માં 4 મેચમાં 10 વિકેટ લઈ લોકોને આશ્ચર્ય કરી દીધા હતા. રાજવીને ક્રિકેટમાં રુચિ આવી ત્યારે તેણે પોતાના શેરી અને પાર્કિંગ એરિયામાં છોકરાઓને ક્રિકેટ રમતા જોયું. ધોરણ.10થી તેને ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને ત્રણ વર્ષમાં તે અંડર-20માં કેપ્ટન અને અંડર 23માં શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે. 

રાજવી પટેલ અંડર 20 માં તમામ મહિલા ક્રિકેટ ખેલાડીઓનો ધ્યાન આકર્ષિત કરી રહી છે. માત્ર, 21 વર્ષની ઉંમરે તે અંડર 20માં ગુજરાત ક્રિકેટ ટીમની કેપ્ટન પણ રહી ચુકી છે અને હવે તે તેને વુમન્સ અંડર 23માં ગુજરાત ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ટીમને મજબૂત કરી રહી છે. જ્યારે કોઈ છોકરી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે તો તેની પાછળ ચોક્કસ કોઈ વાર્તા હોય છે, આવી જ વાર્તા રાજવી પટેલની પણ છે. રાજવી છોકરીઓ સાથે નહીં પણ છોકરાઓ સાથે રમતી હતી. 

રાજવી જે સોસાયટીમાં રહેતી હતી, ત્યાં છોકરાઓ તેમના ઘરની સામે પાર્કિંગ એરિયામાં ગલી ક્રિકેટ રમતા હતા. આ જોઈને રાજવીની પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થઇ અને ત્યાંથી રાજવીએ ક્રિકેટની શરૂઆત કરી. તે રોજ છોકરાઓ સાથે ગલી ક્રિકેટ રમતી. ધીમે ધીમે તેને સમજાયું કે તે છોકરાઓ કરતા વધુ સારી ક્રિકેટ રમી શકે છે. તેણે આ વાત તેના પરિવારને જણાવી. પરિવારના દરેક લોકો તેને પ્રોફેશનલ ક્રિકેટ શીખવવા માટે સંમત થયા અને આ રીતે રાજવીની સફર શરૂ થઈ.

રાજવીએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોએ તેને ક્રિકેટ રમવાની મંજૂરી આપી.જ્યારે તેને ક્રિકેટ રમવાની શરૂવાત કરી ત્યારે તેને લાગ્યું કે છોકરીઓ માટે મુશ્કેલ હોઈ શકે.છોકરી કેવી રીતે ક્રિકેટ રમી શકશે? આટલી મોટી બેગ લઈને આટલા લાંબા સમય સુધી પ્રેક્ટિસ કેવી રીતે કરી શકશે, પણ તેને ક્રિકેટમાં એટલો રસ હતો કે હું આ બધું કરી શકી. તેણી એ 10મા ધોરણમાં હતી ત્યારે છોકરાઓ સાથે શેરી ક્રિકેટ રમીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જ્યારે તેની પ્રથમ પસંદગી થઈ અને મેચ રમીને પાછી આવી ત્યારે તેની પાસે બોર્ડની પરીક્ષા આપવા માટે માત્ર એક મહિનાનો સમય હતો. તેની ગુજરાતની અંડર 20 ટીમમાં કેપ્ટન પણ રહી ચુકી છે અને તાજેતરમાં અંડર 23માં 4 મેચમાં 10 વિકેટ લીધી છે. તેણી ભારતીય ટીમનો ભાગ બનવા માંગે છે. 

સુરત માટે ગર્વની વાત છે કે સુરતની દીકરી રાજવી પટેલ જે વુમન્સ અન્ડર-23માં રમી રહી છે. તેણે વન ડે ટૂર્નામેન્ટ 2023-24માં સારું પરફોર્મન્સ આપીને સુરત અને ગુજરાતનું માન વધાર્યું છે. ગુજરાત વર્સેસ મુંબઈની મેચમાં તેણે પાંચ ઓવરમાં સાત રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી વનડે મેચમાં કર્ણાટકની સામે 4 ઓવરમાં 13 રન આપી એક વિકેટ લીધી હતી. જ્યારે ત્રિપુરાની સામે ત્રણ ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. મણિપૂરની સામે રમાયેલી મેચમાં તેણે 9 ઓવરમાં 12 રન આપી 4 વિકેટ લીધી હતી. રાજવીએ આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 10 વિકેટ લીધી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news