ચેતન ચૌહાણને યાદ કરી બોલ્યા ગાવસ્કર- પાર્ટનર નથી રહ્યો, હું કઈ રીતે હસી શકું
'આજા, આજા, ગલે મિલ, આખિર હમ અપને જીવન કે અનિવાર્ય ઓવર ખેલ રહે હૈ.' છેલ્લા બે ત્રણ વર્ષમાં અમે જ્યારે મળતા હતા તો મારો ઓપનિંગ જોડીદાર ચેતન ચૌહાણ આ રીતે અભિવાદન કરતો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સૌથી લાંબા સમય સુધી પોતાના ઓપનિંગ ભાગીદાર રહેલા ચેતન ચૌપાણને શ્રદ્ધાંજલિ આપી, જેમનું કોવિડ-19 સમસ્યાઓને કારણે નિધન થઈ ગયું છે. સુનીલ ગાવસ્કરે કહ્યુ, 'આજા, આજા, ગલે મિલ, આખિર હમ અપને જીવન કે અનિવાર્ય ઓવર ખેલ રહે હૈ.' છેલ્લા બે ત્રણ વર્ષમાં અમે જ્યારે મળતા હતા તો મારો ઓપનિંગ જોડીદાર ચેતન ચૌહાણ આ રીતે અભિવાદન કરતો હતો.
અરે બાબા, તુમ શકત બનાવે થે, મૈં નહીં...
ગાવસ્કર કહે છે, આ મુલાકાતો તેમના પસંદગીના ફિરોઝશાહ કોટલા મેદાન પર થતી હતી, જ્યાં તેઓ પિચ તૈયાર કરાવવાના પ્રભારી હતા. જ્યારે અમે ગળે મળતા હતા તો હું તેમને કહેતો હતો, ના, ના આપણે વધુ એક સદીની ભાગીદારી કરવી છે, અને તેઓ હસતા કહેતા હતા 'અરે બાબા, તુમ શકત બનાતે છે, મૈં નહીં.'
ગાવસ્કરે કહ્યું, મેં ક્યારેય ખરાબ સપનામાં પણ વિચાર્યું નહતું કે જીવનની મહત્વની ઓવરોને લઈને તેમના શબ્દો આટલા જલદી સાચા થઈ જશે. તે વિશ્વાસ નથી થઈ રહ્યો કે જ્યારે હું આગામી સમયમાં દિલ્હી જઈશ તો તેમનું હાસ્ય અને મજાક હશે નહીં.
તેમના સદી ચુકવાનો જવાબદાર હું પણ રહ્યો
તેમણે કહ્યું, 'સદીની વાત કરીએ તો મારૂ માનવું છે કે બે તકે તેમની સદી ચુકવાનો જવાબદાર હું પણ રહ્યો. બંન્ને વખતે ઓસ્ટ્રેલિયામાં 1980-1981ની સિરીઝ દરમિયાન. એડિલેડમાં બીજી ટેસ્ટમાં જ્યારે તેઓ 97 રને રમી રહ્યાં હતા તો ટીમના મારા સાથે મને ટીવીની સામે ખુરશીથી ઉઠાવીને ખેલાડીઓને બાલ્કનીમાં લઈ ગયા અને મારે મારા જોડીદારનો જુસ્સો વધારવા હાજર રહેવું જોઈએ. હું બાલ્કનીથી ખેલાડીઓને રમતા જોવાને લઈને થોડો અંધવિશ્વાસી હતો કારણ કે ત્યારે બેટ્સમેન આઉટ થાય છે અને તેથી હું હંમેશા મેચ ડ્રેસિંગ રૂમમાં ટીવી પર જોતો હતો.'
તેમણે આગળ કહ્યું, 'સદી પૂરી કર્યા બાદ હું ખેલાડીઓની બાલ્કનીમાં જતો હતો અને જુસ્સો વધારનારની સાથે સામેલ થતો હતો. પરંતુ જ્યારે ડેનિસ લિલી બોલિંગ કરવા આવ્યો તો હું એડિલેડની બાલ્કનીમાં હતો અને તમે વિશ્વાસ નહીં કરો કે ચેતન પ્રથમ બોલ પર વિકેટની પાછળ કેચ આપી દીધો.'
ગાવસ્કરે કહ્યું, હું નિરાશ હતો અને મને બાલ્કનીમાં લાવવા માટે ખેલાડીઓને જવા માટે કહ્યું, પરંતુ તે બદલવાનું નહતું જે થયું હતું. કેટલાક વર્ષો બાદ જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીન કાનપુરમાં પોતાની ત્રીજી સદી તરફ વધી રહ્યાં હતા તો મેં તે ભૂલ ન કરી અને જ્યારે તેણે સદી પૂરી કરી તો હું ડ્રેસિંગ રૂમમાંથી સાઇટસ્કીન પાસે પહોંચ્યો અને તેનો જુસ્સો વધાર્યો.
જ્યારે એકવાર તે ફરી સદી ચુકી ગયો
ગાવસ્કરે કહ્યું, બીજીવાર જ્યારે મને લાગે છે કે હું ચેતનની સદી ચુકવા માટે જવાબદાર હતો, તે ક્ષણ ત્યારે આવી જ્યારે ખરાબ નિર્ણય પર આઉટ અપાયા બાદ મેદાનથી બહાર જતા સમયે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના અભદ્ર વ્યવહારની વચ્ચે મેં ધૈર્ય ગુમાવ્યું. ચેતનને બહાર લઈ જવાના પ્રયાસથી ચોક્કસપણે તેની એકાગ્રતા ભંગ થઈ અને થોડા સમય બાદ તે સદી ચુકી ગયો.
પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત
ટેક્સમાં છૂટ હાસિલ કરવામાં તેમનું યોગદાન
ભારતના પૂર્વ કેપ્ટને કહ્યું, એક વસ્તુ મારી પેઢી અને ત્યારબાદની પેઢીને ખબર નહીં હોય અને તે હતી તેના માટે કર છૂટ હાસિલ કરવામાં તેમનું યોગદાન. અમે બંન્ને સૌથી પહેલા વેંકરમણને મળ્યા જે તે સમયે દેશના નાણામંત્રી હતી અને તેમને આગ્રહ કર્યો કે ભારત માટે રમવા પર મળનાર ફીમાં કર છૂટ પર વિચાર કરવામાં આવે.
તેમણે કહ્યું, મેં જણાવી દઉં કે તે માત્ર ક્રિકેટ માટે નહતો, પરંતુ ભારત માટે રમનાર બધા ખેલાડીઓ માટે હતા. અમે જણાવ્યું કે, જ્યારે અમે જૂનિયર ક્રિકેટર હતા તો અમારે સામાન, યાત્રા, કોચ વગેરે પર ઘણા પૈસા ખર્ચ કરવા પડતા હતા જ્યારે અમારી પાસે આવકનું કોઈ સાધન નહતું.
અંત સુધી તેણે આપ્યું, ક્યારેય લીધું નથી
ગાવસ્કરે ચૌહાણને યાદ કરતા કહ્યું, 'ચેતન હંમેશા કહેતો હતો કે જો આપણને પૂછવામાં આવે કે ભારતીય ક્રિકેટને આપણું સર્વશ્રેષ્ઠ યોગદાન શું છે તો આપણે કહેવું જોઈએ કે આ ક્રિકેટ જગતને કરમાં છૂટ અપાવવી છે. બીજાને મદદ કરવાની તેમની ઈચ્છાએ તેમને રાજનીતિમાં જોડ્યા અને અંત સુધી તેઓ આપતા રહ્યાં, ક્યારેય લીધું નથી.'
ગાવસ્કરે કહ્યું, 'તેઓ કમાલના મજાકિયા વ્યક્તિ હતા. જ્યારે અમે રમતમાં સૌથી ખતરનાક બોલરોનો સામનો કરવા ઉતરતા હતા તો તેમનું પસંદગીનું ગીત હતું- મુસ્કુરા લાડલે મુસ્કુરા... આ પડકારનો સામનો કરતા સમયે તણાવ ઓછો કરવાની તેમની રીત હતી. જ્યારે જોડીદાર જીવીત ન હોય તો હું કઈ રીતે 'હસી' શકું છું.? ભગવાન તારી આત્માને શાંતિ આપે, જોડીદાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે