ખેલ મહાકુંભની અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમદાવાદની આ સ્કૂલ
Sports News : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની
Trending Photos
Ahmedabad અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 આતંર શાળાકીય સ્પર્ધામાં નારણપૂરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ(ભાઈઓ) ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે.
શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આ સ્પર્ધાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગની શાળાએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં એક તબક્કે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ સામેની મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ 1-0થી પાછળ હતી, તે સમયે સેકન્ડ સેકન્ડ હાલ્ફમાં અંતિમ પળોમાં જલય ભટ્ટે એક ગોલ કરી દેતા 1-1 સ્કોર સાથે મેચ પૂરી થઈ હતી. તે પછી પેનલ્ટી શૂટ આઉટમાં તત્વ દિવ્યેશ્વરે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રણ ગોલ રોકી દેતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિજેતા બની હતી.
આ ટુર્નામેન્ટમાં જલય ભટ્ટે કુલ સર્વાધિક 6 ગોલ કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન કબિર વાધેલાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટીમના કોચ વિષ્ણુકુમાર સી ચૌહાણના કુશળ અને કાર્યક્ષમ માર્ગદર્શન- તાલીમ હેઠળ અમદાવાદ જિલ્લાની મજબૂત મનાતી ફૂટબોલની ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બનવાનુ ગૌરવ હાંસલ કર્યું છે.
સેન્ટ ઝેવિયર્સ પ્રાઈમરી સ્કૂલની ટીમના સભ્યોની યાદી
કબિર વાઘેલા (કેપ્ટન), જલય ભટ્ટ, અર્થ ભટ્ટ, તત્વ દિવ્યેશ્વર, એરોન સુજીત, વિનીત પટેલ, માનવદિપ સિંહ જાદવ, વિર કાપડીયા, શૌર્ય કાપડીયા, એરોન રોપશન, એરિક વસાવા,વીર રાઠોડ, રાજવીર સિંહ સિસોદીયા,અર્ણવ સોલંકી, નવ્ય પટેલ, શાશ્વત ડાભી
આ સ્કૂલોને હરાવીને સેન્ટ ઝેવિયર્સ પ્રાઈમરી સ્કૂલ લોયોલા હોલ ચેમ્પિયન્સ બની
1 કેન્દ્રીય વિદ્યાલય- શાહિબાગ 1-0 (કબિર વાઘેલાએ એક ગોલ કર્યો)
2 અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ 1-1 (જલય ભટ્ટે એક ગોલ કર્યો) ( પેનલ્ટી શૂટ આઉટમાં તત્વ દિવ્યેશ્વર ત્રણ ગોલ રોકતા ટીમ વિજેતા બની)
3 ક્વાર્ટર ફાઈનલ : લક્ષ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, સિંધુ ભવન રોડ- 5-0 ( 3 ગોલ જલય ભટ્ટ, 1 ગોલ માનવદિપસિંહ જાદવ, 1 ગોલ અર્થે કર્યો )
4 સેમી ફાઈનલ : આર્મી પબ્લિક સ્કૂલ - 1-0 (1 ગોલ અર્થ ભટ્ટે કર્યો)
5 ફાઈનલ : રચના સ્કૂલ શાહિબાગ 3-1 (1 ગોલ એરોન સુજિત, 2 ગોલ જલય ભટ્ટ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે