T20 World Cup: શ્રીલંકાએ 15 સભ્યોની ટીમ કરી જાહેર, આ ખેલાડીઓને મળી તક

T20 World Cup:  શ્રીલંકાએ ટી20 વિશ્વકપ માટે પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 
 

T20 World Cup: શ્રીલંકાએ 15 સભ્યોની ટીમ કરી જાહેર, આ ખેલાડીઓને મળી તક

નવી દિલ્હીઃ T20 World Cup: યૂએઈમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત થઈ ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દાસુન શકાનાને ટીમની કમાન સોંપી છે. શ્રીલંકા પોતાના અભિયાનની શરૂઆત 18 ઓક્ટોબરે નામીબિયા વિરુદ્ધ પોતાના ગ્રુપ-એમાં અબુધાબીમાં કરશે.

15 સભ્યોની ટીમમાં નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ અને દનુષ્કા ગુણથિલાકાનું નામ સામેલ નહતું, જેના પર જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોવિડ-19 પ્રોટોકોલ તોડવા માટે એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈજાને કારણે કુસલ પરેરાની વાપસી બાદ વિકેટકીપિંગ કરી રહેલા મિનોડ ભાનુકાનું નામ પણ ટીમમાં સામેલ નથી. 

— ICC (@ICC) September 12, 2021

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર 21 વર્ષના ઓફ સ્પિનર મહેશ થેક્ષાનાને સામેલ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીએ આ સપ્તાહની શરૂઆતમાં પોતાના વનડે પર્દાપણમાં ચાર વિકેટ ઝડપી હતી. ટીમમાં સામેલ અન્ય સ્પિનરોમાં પ્રવીણ જયવિક્રેમાં છે,જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું, અને વાહિન્દુ હસરંગાનું નામ સામેલ છે. 

ત્રણ ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે
જયવિક્રેમા ટીમમાં એકમાત્ર અનકેપ્ડ સભ્ય છે, પરંતુ તેને અન્ય ફોર્મેટમાં તેના શાનદાર પ્રદર્શનના આધાર પર સામેલ કરવામાં આવ્યો છે, તેણે એપ્રિલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર ટેસ્ટ પર્દાપણ કર્યુ હતુ, તેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. તેણે અત્યાર સુધી પાંચ વનડેમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલિંગ વિભાગનું નેતૃત્વ અનુભવી સીમર નુવાન પ્રદીપ અને ઓલરાઉન્ડર ચમિકા કરૂણારત્નેની સાથે દુષ્મંથા ચમીરા કરશે. 

લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાન્ડો, અકિલા ધનંજય અને પુલિના થરંગાને રિઝર્વ ખેલાડીઓ રાખવામાં આવ્યા છે. 

શ્રીલંકાની ટીમ આ પ્રકારે છેઃ દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, કુસલ જનીથ પરેરા, દિનેશ ચાંદીમલ, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ચરિત અસલંકા, વનિન્દુ હસરંગા, કામિન્દુ મેન્ડિસ, ચમિકા કરૂણારત્ને, નુવાન પ્રદીપ, દુષ્મંથા ચમીરા, પ્રવીણ જયવિક્રમે, દીક્ષાના. 

રિઝર્વઃ લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાન્ડો, અકિલા ધનંજય, પુલિના થરંગા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news