જેને કચરાનો ઢગલો સમજતા હતા, તે નિકળ્યો 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો, આ રીતે મળ્યો
પુરતત્વવિદોં (Archaeologist) એ જમીનની નીચે છુપાયેલા હજારો વર્ષ જૂના કિંમતી ખજાનાની શોધ કરી છે. ડેનમાર્કના નિવાસી અને ખજાનાની શોધ કરનાર Ole Ginnerup Schytz ની ટીમને આ સફળતા મળી છે.
Trending Photos
કોપેનહેગન: પુરતત્વવિદોં (Archaeologist) એ જમીનની નીચે છુપાયેલા હજારો વર્ષ જૂના કિંમતી ખજાનાની શોધ કરી છે. ડેનમાર્કના નિવાસી અને ખજાનાની શોધ કરનાર Ole Ginnerup Schytz ની ટીમને આ સફળતા મળી છે. જોકે વેજલે સંગ્રહાલયના પુરાતત્વવિદોએ સાઇટનું ખોદકામ કર્યું અને વાઇકિંગ યુગ પહેલાંની 22 અનમોલ જ્વેલરીની શોધ કરી છે.
કિસ્મત વડે મળ્યો ખજાનો
ટ્રેજર હંટર Schytz એ કહ્યું કે તેમણે પોતાના ગુડ લક એટલે કે સૌભાગ્યના લીધે આ ખજાનાને શોધી કાઢ્યો છે. ડેલી મેલમાં પ્રકાશિત સમાચાર અનુસાર Schytz ડેનમાર્કના જેલિંગ સિટી સ્થિત પોતાના મિત્રના ફાર્મ હાઉસની જમીનને સ્કેન કરવા માટે મેટલ ડિટેક્ટર (Metal Detector) અને બાકી ઉપકરણો લઇને પહોંચ્યા હતા. તેમણે વિચાર્યું પણ ન હતું કે તે અત્યાર સુધીના સૌથી મોટા ખજાનાની શોધ કરવા જઇ રહ્યા છે. અનમોલ અને પ્રાચીન ખજાના બાદ તેમણે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું 'તે જગ્યાનો ભાગ કીચડથી ભરેલો હતો. મને લાગ્યું કે આ કોઇ કૈનનું ઢંકણ હશે અચાનક મને લાગ્યું કે તેને જોઇએ. પછી જે થયું તે આખી દુનિયા સમક્ષ છે.
કિંમતી 20 ટુકડા
જોકે Schytz મે તે વસ્તુ જોવા મળી તે કોઇ કચરાનું કવર નહી પરંતુ જમીનમાં દબાયેલ સોનાના 20 થી વધુ Viking Gold ના પીસ હતા. શોધકર્તાએ બે પાઉન્ડથી વધુથી વધુના સોનાના ખજાનાને ઉજાગર કરવામાં મદ કરી હતી. ટ્રેજર હંટરે એ પણ કહ્યું કે ડેનમાર્કનું ક્ષેત્રફળ 43,000 વર્ગ કિલોમીટર છે અને મેં ડિટેક્ટરને ઠીક તે જગ્યાએ પર રાખ્યું જ્યાં આ ખજાનો દટાયેલો હતો. માનવામાં આવે છે કે આ સાઇટ પોતાનામાં 1500 વર્ષોથી વધુ પહેલાં એક ગામ રહ્યું હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે