SRH vs KKR: હૈદ્રાબાદે ફટકારી જીતની હેટ્રિક, કલકત્તાને 7 વિકેટે ધૂળ ચટાડી

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે શુક્રવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં આઇપીએલ 2022 ની 25મી મેચ રમાઇ હતી. હૈદ્રાબાદે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

SRH vs KKR: હૈદ્રાબાદે ફટકારી જીતની હેટ્રિક, કલકત્તાને 7 વિકેટે ધૂળ ચટાડી

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે શુક્રવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં આઇપીએલ 2022 ની 25મી મેચ રમાઇ હતી. હૈદ્રાબાદે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટીંગ કરવા ઉતરેલી કલકત્તાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદ્રાબાદની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમની ફિફ્ટીના લીધે હૈદ્રાબાદે સાત વિકેટે મેચ જીતી લીધી. આ સાથે જ સનરાઇઝર્સે ટૂર્નામેંટમાં સતત ત્રીજી મેચ પોતાના નામે કરી દીધી છે. હૈદ્રાબાદે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.  

હૈદ્રાબાદની પ્રથમ વિકેટ અભિષેક શર્મા 93 રન) ના રૂપમાં ખરી પડી હતી. કેપ્ટન કેન વિલિયમસન 16 બોલમાં 17 રન બનાવીને આઉટ થયા. રાહુલ ત્રિપાઠીએ 37 બોલમાં 71 રન અને મારક્રમે 36 બોલમાં 68 રન બનાવ્યા હતા. 

આ પહેલાં કલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. એરોન ફિંચ 7 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. વેંકટેશ ઐય્યર 6 અને નરેન પણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન શ્રેયસ 28 રન પર આઉટ થયા હતા. વિકેટ કિપર બેટ્સમેન શેલ્ડન જૈક્સન 7 રન બનાવીને આઉટ થયા હતા. નિતિશ રાણાએ 36 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. નટરાજને ત્રણ અને મલિકે 2 વિકેટ ઝડપી હતી. ટીમ તરફથી રાણાએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. રસલે 25 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news