IND vs SA T20: રોહિતને પાછળ છોડવાનો કોહલી પાસે છે મોટો મોકો, માત્ર થોડું રાખવું પડશે ધ્યાન

IND vs SA T20: 28 સપ્ટેમ્બર એટલે કે આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલાં આ સિરિઝ ટીમ ઈન્ડિયા અને વ્યક્તિગત રીતે વિરાટ કોહલી માટે પણ ખુબ જ અગત્યની બની રહેશે. 3 મેચોની આ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર સૌ કોઈની નજર રહેશે.

IND vs SA T20: રોહિતને પાછળ છોડવાનો કોહલી પાસે છે મોટો મોકો, માત્ર થોડું રાખવું પડશે ધ્યાન

IND vs SA T20: કેપ્ટનશીપ છિનવાયા બાદ લાંબા સમયથી વિરાટ કોહલીને લઈને અનેક ટિકા ટિપ્પણીઓ થઈ રહી છે. જેને કારણે કોહલીના ફોર્મ પર પણ ભારે અસર જોવા મળી. જોકે, ઓસ્ટ્રેલિયા સાથેની સિરિઝમાં ટી-20 ફોર્મેમાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર શતક ફટકારીને ફરી એકવાર ટિકાકારોની બોલતી બંધ કરી દીધી છે. હવે સૌ કોઈનું લક્ષ્ય આગામી ટી-20 વર્લ્ડ કપ છે. વર્લ્ડ કપ પહેલાં વિરાટ કોહલીનું ફોર્મ પરત આવવું ભારતીય ટીમ માટે એ પણ એક સારી બાબત છે. એવામાં હવે રોહિત શર્માને પાછળ છોડવાનો વિરાટ કોહલી પાસે જબરદસ્ત મોકો છે. સાઉથ આફ્રિકા સામેની સિરિઝમાં કોહલી કાઠું કાઢી શકે છે.

28 સપ્ટેમ્બર એટલે કે આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલાં આ સિરિઝ ટીમ ઈન્ડિયા અને વ્યક્તિગત રીતે વિરાટ કોહલી માટે પણ ખુબ જ અગત્યની બની રહેશે. 3 મેચોની આ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર સૌ કોઈની નજર રહેશે. કારણકે, આ સિરિઝમાં તે રોહિતનો રેકોર્ડ તોડીને પોતાની સ્થાન વધારે ઉંચું કરી શકે છે. હાલમાં જ સૌથી વધારે ઈન્ટરનેશનલ રનોના મામલામાં રાહુલ દ્રવિડને પાછળ છોડી દેનાર કોહલીની આ પાસે આ સીરિઝમાં પણ અનેક શાનદાર રેકોર્ડ્સ બનાવવાની તક છે. કોહલી આ સીરિઝમાં ટી20 ક્રિકેટમાં 11,000 રન પૂરા કરવાની સાથે ટી20 ઈન્ટરનેશનલમાં રોહિત કરતાં પણ આગળ નીકળી શકે છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં કયા શાનદાર રેકોર્ડ્સ બનાવી શકે છે, તેના વિશે વિગતે જાણો.

ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલી 11,000 રનોના આંકડાને હાંસલ કરી શકે છે. હાલ આ આંકડો 10,978 રન છે અને 11,000 રનોના આંકડાને પાર કરવા માટે માત્ર 22 રનની જરૂર છે. 22 રન બનાવતાની સાથે વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં 11 હજાર રન બનાવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. આ ઉપરાંત 34 રન બનાવતાં જ કોહલી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાના મામલે કેપ્ટન રોહિત શર્માથી પણ આગળ નીકળી જશે. સાઉથ આફ્રિકાની સામે વિરાટ કોહલીના નામે ટી20 ઈન્ટરનેશનલમાં બે હાફ સેન્ચુરી છે અને જો આ સીરિઝ દરમિયાન વધુ એક હાફ સેન્ચુરી બનાવી લે છે, તો તે પ્રોટિયાઝ સામે સૌથી વધારે ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની જશે.

T20I ક્રિકેટમાં સાઉથ આફ્રિકાની સામે સૌથી વધારે રન બનાવનાર બેટરની વાત કરીએ તો, હાલમાં રોહિત શર્મા તેમાં સૌથી આગળ છે. રોહિતના નામે અત્યારે 362 રન છે અને બીજા નંબર પર 339 રનોની સાથે સુરેશ રૈના છછે. કોહલી 254 રનોની સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. 109 રન બનાવતાની સાથે જ વિરાત કોહલી સાઉથ આફ્રિકાની સામે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે. સાઉથ આફ્રિકા સામેની 3 મેચોની ટી20 સીરિઝ 218 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં થવા જઈ રહી છે. આ સીરિઝમાં વિરાટ કોહલી પોતાનું ફોર્મ પરત મેળવવા માટે પ્રયાસ કરશે. તેવામાં જોવાનું રહેશે કે, વિરાટ કોહલી સાઉથ આફ્રિકાની સીરિઝ દરમિયાન પોતાના બેટથી કમાલ કરી શાનદાર રેકોર્ડ્સ બનાવી શકે છે કેમ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news