દિલ્લીમાં આજે દાવ પર છે મોટો વર્લ્ડ રેકોર્ડ...જાણો ભારતની જીતનું છે કેટલું મહત્ત્વ

આજે દિલ્લીમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પહેલી ટી-20 મેચ છે. જેમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ દાવ પર લાગ્યો છે. જો ટીમ ઈન્ડિયા જીતશે તો આ મોટી સિદ્ધી મેળવશે.

દિલ્લીમાં આજે દાવ પર છે મોટો વર્લ્ડ રેકોર્ડ...જાણો ભારતની જીતનું છે કેટલું મહત્ત્વ

નવી દિલ્લીઃ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. પહેલી મેચ દિલ્લીમાં રમાવાની છે. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો મોકો છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં સતત 12 ટી-20 મેચ જીતી ચુકી છે. આ રેકોર્ડ હાલ સંયુક્ત રીતે ભારત, રોમાનિયા અને અફઘાનિસ્તાન પાસે છે. જો આજની મેચ ભારત જીતશે તો વર્લ્ડ રેકોર્ડ બની જશે.

ભારતની જીતનું કેટલું મહત્વ?
સાઉથ આફ્રિકા સામે જીતવું ભારતીય ટીમ માટે મહત્વનું છે. જો મેચ જીતી તો સતત 13 મેચ જીતીને ભારતીય ટીમ વિક્રમ બનાવશે. કારણ કે ટીમ બ્લૂ સતત સૌથી વધુ ટી-20 મેચ જીતનારી પહેલી ટીમ બની જશે. આ માટે ભારતીય ટીમ તનતોડ મહેનત પણ શરૂ કરી દીધી છે. 

ઋષભ પંતને સુકાન:
ઋષભ પંતના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મહત્વની મેચ માટે મેદાનમાં ઉતરી રહી છે. સતત 12 ટી-20માં મળેલી જીતમાં, વર્લ્ડકપમાં છેલ્લી મળેલી ત્રણ જીતની સાથે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની સામે ટી-20 સીરિઝમાં મળેલી જીતનો સમાવેશ થાય છે. પહેલા કે. એલ. રાહુલ ટીમનું સુકાન સંભાળવાના હતા પરંતુ તેમને ઈજા થતા ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિક પટેલને વાઈસ કેપ્ટન બનાવ્યા છે.

આસાન નહીં હોય મુકાબલો:
સાઉથ આફ્રિકાની ટીમની ગણતરી વિશ્વની મજબૂત ટીમોમાંથી થાય છે. એટલે તેની સામેનો આ મુકાબલો સરળ નહીં હોય. કારણ કે અત્યાર સુધીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જેટલા મેચ થયા છે તેમાંથી મોટાભાગના સાઉથ આફ્રિકા જીત્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની સીરિઝ છે. જેમાંથી પહેલી આજે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જે બાદ 12મી જૂને કટક, 14 જૂને વિશાખાપટ્ટનમ, 17 જૂને રાજકોટમાં મેચ થશે. જ્યારે અંતિમ મેચ 19 જૂને બેંગ્લોરમાં રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news