મલિંગાની ક્લબમાં સામેલ થયો સ્પીડસ્ટાર ઉમેશ યાદવ, IPLના મોટા રેકોર્ડ તોડવાથી માત્ર એક ડગલું દૂર
કોલકાતા નાઈટ રાઈડર્સના ઝડપી બોલર ઉમેશ યાદવે ગુરુવારે દિલ્લી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં 4 ઓવર બોલિંગ કરી હતી. જેમાં તેણે 24 રન આપીને મહત્વની 3 વિકેટ ઝડપી હતી. જોકે તેમ છતાં તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.
Trending Photos
મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સના ઝડપી બોલર ઉમેશ યાદવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગુરુવારે દિલ્લી કેપિટલ્સ સામે મેચમાં ઈનિંગ્સના પહેલા જ બોલે વિકેટ લઈને પૂર્વ શ્રીલંકાઈ બોલર લસિથ મલિંગાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ઉમેશ યાદવે આ ત્રીજીવાર એક ઈનિંગ્સના પહેલા જ બોલે વિકેટ મેળવી છે. આ પહેલાં ત્રણ બોલર લસિથ મલિંગા, અશોક ડિંડા અને પ્રવીણ કુમાર પણ ત્રણ-ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. એવામાં ઉમેશે ત્રણની બરોબરી કરતાં તેમની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
અત્યાર સુધી કોઈ બોલરે 4 વખત આ સિદ્ધિ મેળવી નથી:
ઉમેશ યાદવ પાસે હજુ અનેક આઈપીએલ રમવાની તક છે. જો તે ઈનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લેશે ત્યારે તે ત્રણેય દિગ્ગજોને પાછળ છોડીને આઈપીએલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ બોલર 4 વખત ઈનિંગ્સના પહેલા બોલ પર વિકેટ મેળવી શક્યો નથી. ઉમેશ યાદવ આ મોટા રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે.
કયા 9 બોલરોએ 2-2 વાર સિદ્ધિ મેળવી
આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી 9 બોલર એવા રહ્યા છે જેમણે અત્યાર સુધી 2 વખત ઈનિંગ્સના પહેલા બોલે વિકેટ મેળવી છે. આ બોલરોમાં 9 બોલરોનો સમાવેશ થાય છે.
1. ભુવનેશ્વર કુમાર
2. એલ્બી મોર્કલ
3. ટ્રેન્ટ બોલ્ટ
4. પેટ કમિન્સ
5. હરભજન સિંહ
6. ઝહીર ખાન
7. મોહમ્મદ શમી
8. ડર્ક નેનસ
9. ઈરફાન પઠાણ
આ સિવાય બે બોલર અંકિત શર્મા અને જોફ્રા આર્ચર પણ 1-1 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
બે સ્પિનર પહેલા બોલ પર વિકેટ લઈ ચૂક્યા છે
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી બે સ્પિનર એવા છે જે કોઈપણ ઈનિંગ્સના પહેલા બોલે વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ બોલર ઓફ સ્પિનર હરભજન સિંહ અને લેફ્ટ આર્મ સ્પિનર અંકિત શર્મા છે. હરભજન સિંહે આ સિદ્ધિ બે વખત મેળવી છે. જ્યારે અંકિત શર્માએ એકવાર આ સિદ્ધિ મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે