વિશ્વ કપ 2019: આફ્રિકાને લાગ્યો ઝટકો, ખભાની ઈજાને કારણે ડેલ સ્ટેન વર્લ્ડકપમાંથી બહાર
આઈસીસી વિશ્વ કપ-2019ની શરૂઆતી બે મેચોમાં પરાજયનો સામનો કરેલી સાઉથ આફ્રિકાની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે ક્રિકેટના મહાકુંભમાંથી બહાર થઈ ગયો છે.
Trending Photos
લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની શરૂઆતી બે મેચોમાં પરાજયનો સામનો કરેલી સાઉથ આફ્રિકાની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે ક્રિકેટના મહાકુંભમાંથી બહાર થઈ ગયો છે. સ્ટેનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં ખભામાં ઈજા થઈ હતી. તે વિશ્વકપના શરૂઆતી બે મેચોમાં પણ બહાર રહ્યો હતો. આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે, પરંતુ તે પહેલા આફ્રિકી દર્શકોને ખરાબ સમાચાર મળ્યા છે.
ટીમ મેનેજમેન્ટને આશા હતી કે સ્ટેન બુધવારે ભારત વિરુદ્ધ રમાનારી મેચ પહેલા ફિટ થઈ જશે, પરંતુ તેમ થઈ શક્યું નથી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. સ્ટેનના સ્થાન પર ડાબા હાથના ફાસ્ટ બોલર બેયુરન ડેનડ્રિક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટેન સિવાય આફ્રિકાને લુંગી એનગિડીની પણ ખોટ પડશે. તે સ્નાયુ ખેંચાઇ જવાને કારણે 10 દિવસ બહાર રહેશે.
એનગિડીને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં આ ફરિયાદ થઈ હતી. ટીમ મેનેજર મોહમ્મદ મૂસાજીએ આ વાતનું સમર્થન કર્યું છે કે એનગિડી ભારત વિરુદ્ધ રમશે નહીં. તેમણે કહ્યું, અમે તેને જોયો અને લાગ્યું કે, તેના સ્નાયુ ખેંચાઇ ગયા છે. તેથી અમે નિર્ણય કર્યો કે, તે ફિટ થશે ત્યાં સુધી તેને રમવા દેવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, તેથી આ સમયે તે સપ્તાહથી લઈને 10 દિવસ સુધી બહાર છે. પરંતુ અમે બુધવારે સ્કેન કરીશું. અમારો પ્રયત્ન છે કે તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફિટ થઈ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે