AUS vs SA: વનડે અને ટી20 શ્રેણી માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, મોરિસની થઈ વાપસી
આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત ક્રિસ મોરિસ વાપસી માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે અને ટી20 શ્રેણી માટે મોરિસને ટીમમાં સ્થાન મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યોજાનારી વનડે અને ટી-20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ અને ડ્વાન પ્રીટોરિયસની વાપસી થઈ છે. મોરિસ આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તે મેદાનથી બહાર છે.
ત્રણ ખેલાડીઓની વાપસી વચ્ચે ટીમને બે ઝટકા લાગ્યા છે. હાશિમ અમલા અને ડ્યુમિની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. તો ડીન એલ્ગર અને ખાયા જોંડોને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ક્રિકેટ સાઉથ આફ્રિકાના પસંદગી સમિતિના સભ્ય લિંડા જોંડીએ કહ્યું, ક્રિસ મોરિસે સ્થાનિક ક્રિકેટમાં બે ચાર દિવસીય મેચ રમીને તેની ફિટનેસ સાબિત કરી દીધી છે. તે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. આ સાથે નીચેના ક્રમમાં બેટથી પણ યોગદાન આપે છે.
મહત્વનું છે કે મોરિસ આઈપીએલમાં દિલ્હી તરફથી રમતા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે મેદાનની બહાર છે.
જોંડીએ કહ્યું, મુલ્ડર ઈજાગ્રસ્ત છે તો અમારે બેટિંગ ઓલરાઉન્ડરનો વિકલ્પ જોવાનો હતો. અમે અમલા અને ડ્યુમિનીના રૂપમાં બે અનુભવી બેટ્સમેન ખોઈ દીધા છે. ફરહાન અમને ટોપ ઓર્ડરમાં બેટિંગનો વિકલ્પ આપશે.
ટીમમાં બોલિંગની કમાન અનુભવી ફાસ્ટ બોલર ડેન સ્ટેન અને લેગ સ્પિનર ઇમરાન તાહિસ સંભાળશે. આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ પહેલા સાઉથ આફ્રિકાએ 13 વનડે રમવાની છે. જેમાં ઓસ્ટ્રેલિયા સિવાય પોતાના ઘરમાં પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધની શ્રેણી સામેલ છે. જેની સાથે ટીમ મેનેજમેન્ટને વિશ્વકપ માટે સારી ટીમ મળવાની આશા છે.
સાઉથ આફ્રિકાનો કાર્યક્રમ
31 ઓક્ટોબર - પ્રેક્ટિસ મેચ વિરુદ્ધ પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન
4 નવેમ્બર- પ્રથમ વનડે, પર્થ
9 નવેમ્બર- બીજી વનડે, એડિલેડ ઓવર
11 નવેમ્બર- ત્રીજી વનડે, હોબાર્ડ
17 નવેમ્બર- એકમાત્ર ટી20, ક્વીસલેન્ડ
ટીમઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ફરહાન બહરદીન, ક્વિંટન ડી કોક, રીજા હેન્ડ્રિક્સ, ઇમરાન તાહિર, હેનરિક ક્લાસેન, એડિન માર્કરામ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, લુંગી એન્ગિડી, અંદિલે ફેહુલક્વાયો, ડ્વાન પ્રીટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, ડેલ સ્ટેન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે