ભારતીય નેવી બની વધુ શક્તિશાળી, દરિયાના ઊંડા પાણીમાં જઈને કરી શકશે બચાવ કાર્ય
ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે.
Trending Photos
મુંબઈ: ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. DSRV ઊંડા પાણીમાં બચાવ કાર્ય કરવામાં અત્યંત સક્ષમ વાહન છે. હવે ભારતીય નેવી ઊંડા પાણીમાં ઉતરીને પણ બચાવ કાર્ય કરવામનાં પહેલા કરતા વધુ સક્ષમ બની છે.
નેવી તરફથી મંગળવારે મોડી રાતે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ પશ્ચિમી નેવી કમને અહીં DSRVનું પરીક્ષણ કર્યું. તેનાથી ભારતીય સમુદ્રી સરહદમાં 'સૌથી ઊંડા પાણીમાં ઉતરનારા માનવયુક્ત વાહનનો રેકોર્ડ' બનાવ્યો. નિવેદનમાં કહેવાયું કે ચાલક દળના 3 સભ્યો સાથે કામ કકરનારી DSRV કોઈ સબમરીનમાંથી એક જ વખતમાં 14 લોકોને બચાવી શકે છે.
તસવીર-એએનઆઈ
નેવીના નિવેદન મુજબ 15 ઓક્ટોબરના રોજ DSRVએ 300 ફૂટથી વધુ ઊંડા પાણીમાં એક સબમરીન સાથે સંપર્ક બનાવ્યો અને તેના કર્મીઓને બચાવ વાહનમાં સ્થળાંતરિત કર્યાં. તેમનું કહેવું છે કે આ પરીક્ષણ સમુદ્રની અંદર સંકટમાં ફસાયેલી સબમરીનના લોકોને બચાવવાની DSRVની ક્ષમતાને સાબિત કરે છે અને તેનાથી ભારતીય નેવીને એક મહત્વપૂર્ણ સામર્થ્ય હાંસલ થયું છે.
નેવીના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે પરીક્ષણો દરમિયાન DSRVએ 666 મીટરની ઊંડાઈ સુધી સફળતાપૂર્વક ડૂબકી લગાવી. જે ભારતીય સમુદ્રી સરહદમાં માનવ સંચાલિત વાહન દ્વારા સૌથી વધુ ઊંડાઈમાં ડૂબકી લગાવવાનો રેકોર્ડ છે. DSRVએ 750 મીટરથી પણ વધુ ઊંડાઈમાં ROV (રિમોટ સંચાલિત વાહન)ને પણ ઓપરેટ કર્યું અને 650 મીટરથી વધુની ઊંડાઈમાં સોનારનો પ્રયોગ કર્યો.
નેવીએ જણાવ્યું કે પરીક્ષણ પૂરું થયા બાદ DSRV ભારતીય નેવીને દુનિયાની ગણતરીના દેશોની નૌસેના સમકક્ષ લાવીને ઊભી રાખી દેશે કે જેમની પાસે બચાવ કાર્યની આ પ્રકારની ક્ષમતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે