World Cup 2019: ગાંગુલી બોલ્યો- મેચમાં ઓપનિંગ કરવા માટે રાહુલ એક વિકલ્પ છે પરંતુ....
શિખર હાલમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલી પાંચ મેચોની વનડે સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ રહ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, વિશ્વકપમાં લોકેશ રાહુલ એક વિકલ્પ છે પરંતુ શિખર ધવને જ રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ. શિખર ધવન હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી પાંચ મેચોની વનડે સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ રહ્યો હતો. પરંતુ સિરીઝમાં તેણે એક સદી પટકારી હતી. પાંચ મેચોમાં તેણે કુલ 177 રન બનાવ્યા હતા.
શિખરના આ ફોર્મને જોતા વિશ્વકપમાં રાહુલ પાસે ઈનિંગ શરૂ કરાવવા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ ગાંગુલીએ આ ચર્ચાઓ પર વિરામ લગાવી દીધો છે.
ગાંગુલીને જ્યારે તે પૂછવામાં આવ્યું કે, શું વિશ્વકપમાં શિખરની જગ્યાએ રાહુલને ઈનિંગની શરૂઆત માટે રોહિતની સાથે મોકલી શકાય, ગાંગુલીએ કહ્યું, રાહુલ ત્રણેય ફોર્મેટમાં એક શાનદાર બેટ્સમેન ચે. પરંતુ રોહિત, શિખર અને વિરાટના રૂપમાં જે ટોપ ઓર્ડર બેટ્સમેન છે, આ ટોપ ઓર્ડર વિશ્વની કોઈપણ ટીમની પાસે નથી.
તેણે કહ્યું, જો તમે ઓસ્ટ્રેલિયાને જુઓ તો ઉસ્માન ખ્વાતાએ તેના માટે સારી બેટિંગ કરી છે. પરંતુ તમે આપણા ઉપરના ત્રણ બેટ્સમેનોને જુઓ તો આવા બેટ્સમેન કોઈ ટીમની પાસે નથી.
શિખરે 128 મેચોમાં અત્યાર સુધી 16 સદી ફટકારી છે, જ્યારે રાહુલે 14 વનડે મેચોમાં અત્યાર સુધી માત્ર એક સદી ફટકારી છે.
પૂર્વ ભારતીય કેપ્ટને આગળ કર્યું, વિરાટની પાસે 40 સદી છે, રોહિતની પાસે 22 અને ધવનની પાસે 16 સદી છે. આ ત્રણેયની મળીને કુલ 80 સદી છે અને આ બધા હજુ 5-6 વર્ષ રમશે. તેથી મને લાગે છે કે, આ ભારત માટે એક મજબૂત પક્ષ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે