Sourav Ganguly: સૌરવ ગાંગુલી બનશે ટીમના નવા હેડ કોચ! કારમી હાર બાદ મેનેજમેન્ટ બગડ્યું

Sourav Ganguly: બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટૂંક સમયમાં મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. ટીમના ખરાબ પ્રદર્શનને જોતા મેનેજમેન્ટ આ મોટો ફેરફાર કરી શકે છે.

Sourav Ganguly: સૌરવ ગાંગુલી બનશે ટીમના નવા હેડ કોચ! કારમી હાર બાદ મેનેજમેન્ટ બગડ્યું

New Head Coach: ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને લઈને મેનેજમેન્ટ કરી રહ્યું છે વિચાર. હવે લેવાઈ શકે છે આ અંગે મહત્ત્વનો નિર્ણય. દાદાને સોંપાઈ શકે છે મોટી જવાબદારી. ક્રિકેટનું સ્તર સુધારવા માટે અને પ્રદર્શન દુરુસ્ત કરવા માટે મેનેજમેન્ટ લઈ શકે છે મોટો નિર્ણય. ફરી એકવાર ક્રિકેટ મેદાન પર ટીમના બોસ બની શકે છે દાદા. જી હાં, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી. સૌરવ ગાંગૂલી બને શકે છે આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના હેડ કોચ.

BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૌરવ ગાંગુલીને ટૂંક સમયમાં ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. તે અગાઉ આ ટીમ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. ટીમના ખરાબ પ્રદર્શનને જોતા મેનેજમેન્ટ આ મોટો ફેરફાર કરી શકે છે.

સૌરવ ગાંગુલી બનશે ટીમના નવા હેડ કોચ!
IPL 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. હવે ટીમ વિશે એક નવું અપડેટ આવ્યું છે. સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સના નવા કોચ બનાવવામાં આવી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં દિલ્હીની ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે રહી હતી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગનો કાર્યકાળ સમાપ્ત થવાની સંભાવના છે. ત્યારે આ જવાબદારી સૌરવ ગાંગૂલીને સોંપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સતત ટીમ વર્ક-
IPL 2023 દરમિયાન સૌરવ ગાંગુલીને ફ્રેન્ચાઇઝીનો ક્રિકેટ ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ સૌરવ ગાંગુલી વર્ષ 2019 IPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટીમના મેન્ટર તરીકે જોડાયેલા છે. બીજી તરફ રિકી પોન્ટિંગ 2018માં દિલ્હી કેપિટલ્સમાં મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. દિલ્હીની ટીમે તેમના કાર્યકાળ દરમિયાન એક પણ IPL ટ્રોફી જીતી નથી. અહેવાલો અનુસાર, પોન્ટિંગે તેના કેટલાક નજીકના લોકો સાથે દિલ્હીથી અલગ થવાની ચર્ચા કરી છે. તેના કેટલાક નજીકના લોકો દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફમાંથી પણ ખસી શકે છે.

IPLના પ્રથમ ટાઇટલની રાહ જોવાઇ રહી છે-
દિલ્હી કેપિટલ્સે હજુ સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીત્યું નથી. દિલ્હી કેપિટલ્સ ટીમ 2020માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ફાઇનલ મેચ જીતી શકી નહોતી. તે જ સમયે, વર્ષ 2021 માં, ટીમ પોઇન્ટ ટેબલમાં નંબર-1 પર હતી અને 2022 માં, ટીમ 5 માં નંબર પર સરકી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news