ક્રિકેટ: આ યુવતી વિરાટ કોહલીને પણ ભારે પડી, ઝડપથી બનાવી નાખ્યા 2000 રન
ભારતીય મહિલા ક્રિકેટર ટીમની સ્ટાર બેટ્સમેન મંધાનાએ પોતાની 51માં વન ડે ઇતિહાસ રચી દીધો હતો
Trending Photos
એંટીગા : ભારતીય મહિલા ક્રિકેટર ટીમની સ્ટાર બેટ્સમેન મંધાનાએ પોતાની 51માં વન ડે ઇતિહાસ રચી દીધો. તેમણે વનડેમાં સૌથઈ વધારે 2000 રન બનાવનારી મહિલા બેટ્સમેન બની ચુકી છે. રોકોર્ડ લિસ્ટમાં નજર કરવામાં આવે તો સૌથી ઝડપી 2000 રન બનાવવાનાં મુદ્દે તે વિરાટ કોહલી કરતા પણ વધારે ઝડપી છે. સ્મૃતિએ આ જાદુઇ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં બનાવ્યો હતો.
આ ડાબેરી બેટ્સમેને ત્રીજી અને અંતિમ વનડે મેચમાં 74 રનની ધમાકેદાર રમત રમી હતી. તેમણે આ રમત દરમિયાન યુવા બેટ્સમેન જોમિમા રોડ્રિગેઝ સાથે પહેલી વિકેટ માટે 141 રનની ભાગીદારી કરી હતી. ઇજાના કારણે પહેલી બે મેચમાં તે રમી શક્યા હતો. જો કે આ મેચમાં તેણે 63 બોલમાં 74 રન ફટકાર્યા હતા. જ્યારે રોડ્રિગેઝે 92 બોલમાં 69 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.
T20 World Cup 2020 : ICCએ જાહેર કર્યું સંપૂર્ણ શિડ્યુલ, જાણો કઈ ટીમ ક્યારે ટકરાશે...
વિશ્વની ત્રીજી સૌથી ફાસ્ટ મહિલા
23 વર્ષની મંધાનાએ 2 હજાર રન માત્ર 51 મેચ (દાવ)માં જ બનાવી લીધા હતા. આ સાથે જ વિશ્વની સૌથી ફાસ્ટ બે હજાર રન બનાવનારી ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા નંબર પર આવી ગઇ. તેની ઉપર ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્ક અને મેંગ લેનિંગ છે. વન ડે મંધાનાએ અત્યાર સુધી 51 વન ડે મેચમાં 43.08 ની સરેરાશ સાથે 2025 રન બનાવ્યા છે. તેમાં 4 શતક અને 17 અર્ધશતકનો સમાવેશ થાય છે.
શીખરથી પાછળ પરંતુ વિરાટથી આગળ
મંધાના ઉપરાંત શીખર ધવન જ માત્ર એવા ભારતીય છે જેનું નામ 50 ઓવર ફોર્મેટમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે 48 દાવમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મંધાના આ મુદ્દે બે દાવ પાછળ રહ્યો હતો. તેણે 2 હજાર વન ડે રન 53 દાવમાં બનાવ્યા હતા.
મહિલાઓનાં નામે છે વર્લ્ડ રેકોર્ડપુરૂષોની ક્રિકેટમાં સૌથી ઝડપી 2 હજાર રન પુરા કરવાનો વન ડે રેકોર્ડ પૂર્વ સાઉથ આફ્રિકન બેટ્સમેન હાશિમ અમલા (40 દાવ )ના નામે છે. જો કે મહિલાઓનો આ રેકોર્ડ બેલિંડા (41 દાવ)ના નામે છે. જ્યારે લેનિંગે 45 દાવ સાથે બીજા નંબર પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે