Team India: ટીમ ઈન્ડિયાને મળ્યો 'નવો હિટમેન' 130 રન ફટકારી ઝિમ્બાબ્વે છોડાવી દીધો પરસેવો
ભારતીય બેટ્સમેન શુભમન ગિલે ઝિમ્બાબ્વેની સામે શાનદાર 130 રન ફટકાર્યા છે.આ તોફાની ઇનિંગ્સમાં 1 સિક્સ અને 15 ચોગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી હતી. શુભમન ગિલે પોતાની 9મી વન-ડે મેચમાં પહેલી સદી ફટકારી હતી.
Trending Photos
Shubman Gill: ભારતીય બેટ્સમેન શુભમન ગિલે ઝિમ્બાબ્વેની સામે શાનદાર 130 રન ફટકાર્યા છે.આ તોફાની ઇનિંગ્સમાં 1 સિક્સ અને 15 ચોગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી હતી. શુભમન ગિલે પોતાની 9મી વન-ડે મેચમાં પહેલી સદી ફટકારી હતી. શુભમન ગિલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ પ્રથમ સદી છે. શુભમન ગિલે માત્ર 82 બોલમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી. ઝિમ્બાબ્વે સામેની ત્રીજી વન-ડેમાં શુભમન ગિલે 97 બોલમાં 130 રન ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાને મળ્યો 'નવો હિટમેન'
22 વર્ષીય યુવા બેટ્સમેન શુભમન ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા. શુભમન ગિલની બેટિંગમાં પણ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવો ક્લાસ જોવા મળ્યો હતો.
શુભમન ગિલની શાનદાર બદલ ભારતીય ટીમે ઝિમ્બાબ્વેનો કર્યો વાઈટવોશ
શુભમન ગિલની વન-ડે ક્રિકેટમાં એવરેજ 70થી વધુની છે. શુભમન ગિલે અત્યાર સુધી 9 વનડેમાં 1 સદી અને 3 અડધી સદીની મદદથી 499 રન બનાવ્યા છે....તો જ્યારે 11 ટેસ્ટ મેચમાં 579 રન બનાવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકોએ શુભમન ગિલના કર્યા વખાણ
વિન્ડીઝ પ્રવાસ દરમિયાન શુભમન ગિલ પોતાની પહેલી સદી ચૂકી ગયો હતો. શુભમન ગિલ કમનસીબે વરસાદને કારણે તે તેની સદી પૂરી કરી શક્યો ન હતો. પહેલી સદી ફટકારતા શુભમન ગિલના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે શુભમન ગિલ 2018 અંડર 19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હતો ભાગ. શુભમન ગિલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 268 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે