IND vs WI: વનડે સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, 2 વર્ષ બાદ આ ખતરનાક બેટરની થઈ વાપસી

India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ માટે યજમાને પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરને તક મળી નથી. 
 

IND vs WI: વનડે સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, 2 વર્ષ બાદ આ ખતરનાક બેટરની થઈ વાપસી

નવી દિલ્હીઃ ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા બાદ હવે 27 જુલાઈથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ટીમની કમાન શાઈ હોપ સંભાળશે. રોવમૈન પોવેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 15 સભ્યોની ટીમની પસંદગી કેસિંગ્ટન ઓવલમાં ચાર દિવસીય શિબિર બાદ કરવામાં આવ્યું, જેમાં વનડે સિરીઝની સાથે-સાથે ત્યારબાદ રમાનારી પાંચ ટી20 મેચની સિરીઝ માટે ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા. પસંદગીકારોએ બેટર શિમરોન હેટમાયર અને ફાસ્ટ બોલર ઓશાને થોમસને પરત બોલાવ્યા છે. સર્જરી બાદ રિહેબ કરી રહેલા ફાસ્ટ બોલર જેડન સીલ્સ અને લેગ સ્પિનર યાકિન કારિયાને પણ સામેલ કરવામાં આવ્યો છે. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસ કેપ્ટન), એલિક અથાનાઝે, યાનિક કૈરિયા, કીસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડેન સીલ્સ, રોમારિયો શેફર્ડ, કેવિન સિંક્લેયર, ઓશાને થોમસ.

સાંજે 7 કલાકે શરૂ થશે મેચ
કેસિંગ્ટન ઓવલ ગુરૂવાર 27 જુલાઈ અને શનિવાર 29 જુલાઈથી ત્રણ મેચની સિરીઝની પ્રથમ બે વનડેની યજમાની કરશે. ત્યારબાદ ટીમો મંગળવાર 1 ઓગસ્ટે બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં ત્રીજી અને અંતિમ વનડે માટે ત્રિનિદાદ જશે. ત્રણેય મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાત કલાકે (સ્થાનીક સમયાનુસાર સવારે 9.30 કલાકે) શરૂ થશે. 

વનડે સિરીઝનો કાર્યક્રમ
27 જુલાઈ, પ્રથમ વનડે, કેસિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
29 જુલાઈ, બીજી વનડે, કેસિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
1 ઓગસ્ટ, ત્રીજી વનડે, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

ટી20 સિરીઝનો કાર્યક્રમ
વનડે સિરીઝ બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટી20 સિરીઝ રમશે. ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો 3 ઓગસ્ટે રમાશે. જ્યારે અંતિમ મેચ 13 ઓગસ્ટે રમાશે. 

3 ઓગસ્ટ - 1લી T20, બ્રાયન લારા સ્ટેડિયમ, ત્રિનિદાદ
ઓગસ્ટ 6 - બીજી T20, નેશનલ સ્ટેડિયમ, ગયાના
8 ઓગસ્ટ, ત્રીજી T20, નેશનલ સ્ટેડિયમ, ગયાના
ઓગસ્ટ 12: ચોથી T20, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, ફ્લોરિડા
ઓગસ્ટ 13: 5મી T20I, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, ફ્લોરિડા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news