કઈ રીતે થયું શેન વોર્નનું મૃત્યુ, થાઈલેન્ડની પોલીસે Autopsy થી કર્યો ખુલાસો

શેન વોર્નનું નિધન શંકાસ્પદ હાર્ટ એટેકને કારણે થયુ હતું અને હવે Autopsy રિપોર્ટ (પોસ્ટમોર્ટમ બાદનો રિપોર્ટ) માં પણ તે વાતનો ખુલાસો થયો છે.
 

કઈ રીતે થયું શેન વોર્નનું મૃત્યુ, થાઈલેન્ડની પોલીસે Autopsy થી કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન સ્પિનર શેન વોર્નનું મૃત્યુ કઈ રીતે થયું, તેનો ખુલાસો થઈ ગયો છે. થાઈલેન્ડ પોલીસે Autopsy ના માધ્યમથી જણાવ્યું કે, તેનું મૃત્યુ પ્રાકૃતિક કારણોથી થયું છે. શેન વોર્નનું મૃત્યુ શુક્રવારે થાઈલેન્ડમાં એક ખાનગી વિલામાં થયું હતું. તેના મિત્રોએ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને સફળતા મળી નહીં. 

શેન વોર્નનું નિધન શંકાસ્પદ હાર્ટ એટેકને કારણે થયુ હતું અને હવે Autopsy રિપોર્ટ (પોસ્ટમોર્ટમ બાદનો રિપોર્ટ) માં પણ તે વાતનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે થાઈલેન્ડના કો સમુઈના સમુજાના વિલામાં શેન વોર્ન રજાઓ માણવા ગયો હતો. તો જ્યારે ડિનર માટે વોર્નને બોલાવવામાં આવ્યો તો તેના પરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. 

તેવામાં તેના મિત્રોએ તેને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો. 20 મિનિટ સુધી મિત્રોએ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. ડોક્ટરોએ પણ વોર્નનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સફળતા મળી નહીં અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શેન વોર્ન 52 વર્ષનો હતો. શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે 708 વિકેટ ઝડપી હતી, અને વનડેમાં તેના નામે 293 વિકેટ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news