ટેસ્ટ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમને ઝટકો, ફાસ્ટ બોલર કેમાર રોચ નહીં રમે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઓક્ટોબરમાં રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રથમ મેચ રાજકોટ અને બીજો મેચ હૈદરાબાદમાં રમાશે.
Trending Photos
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કેમાર રોચ ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં કારણ તે તેમના નાનીનું નિધન થવાથી તે બાર્બાડોસ પરત ફર્યો છે. રોચ ગુરૂવાર (ચાર ઓક્ટોબર)થી રાજકોટમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ વચ્ચે ટીમ સાથે જોડાશે. વેસ્ટ ઈન્ડિઝના કોચ સ્ટુઅર્ડ લાએ કહ્યું, કેમાર હજુ સુધી પરત ફર્યો નથી. તેના પરિવારમાં નિધન થયું છે અને તે પ્રથમ ટેસ્ટ વચ્ચે ટીમ સાથે જોડાશે.
તેમણે કહ્યું, કેમાર રોચ ખુબ અનુભવી બોલર છે, જેની પાસે શાનદાર કૌશલ્ય છે. તે અમારા નેતૃત્વકર્તામાંથી એક છે. આ મોટુ નુકસાન છે. છેલ્લી કેટલિક ટેસ્ટ મેચોમાં શેનન ગૈબ્રિએલે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે પણ ભારત જેવી સ્થિતિમાં. રોચે 48 ટેસ્ટમાં 163 વિકેટ ઝડપી છે.
વેસ્ટ ઈન્ડિઝના કોચે ગૈબ્રિએલ (37 ટેસ્ટ), કેપ્ટન જેસન હોલ્ડર (34), કીમો પોલ (એક ટેસ્ટ) અને નવોદિત શર્મન લુઈસની હાજરીમાં પોતાના બોલિંગ આક્રમણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લુઈસને ઈજાગ્રસ્ત અલજારી જોસેફના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કોચે કહ્યું, કેમાર ન હોવાને કારણે મોટુ નુકસાન છે પરંતુ અમારી પાસે કીમો પાલ અને શર્મન લુઈસના રૂપમાં પ્રતિભાવાન ખેલાડી છે. ક્યારેક વિરોધીને હેરાન કરવા માટે અજાણ્યાની સાથે ઉતરવું સારૂ રહે છે. ફાસ્ટ બોલિંગ અમારો મજબૂત પક્ષ છે.
મહત્વનું છે કે બેટ્સમેન ડેવોન સ્મિથને ચાર ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ પસંદગીકારોએ સ્મિથના સ્થાને સુનીલ એમ્બ્રિસને ટીમમાં સામેલ કર્યો છે. ફાસ્ટ બોલર જોસેફની વાપસી થઈ છે જ્યારે સ્પિન વિભાગમાં જોમેલ વારિકન અને દેવેન્દ્ર બીશૂ છે.
ભારત અને વેસ્ટઇન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ
ટેસ્ટ
4-8 ઓક્ટોબરઃ પ્રથમ ટેસ્ટ રાજકોટમાં
12-16 ઓક્ટોબરઃ બીજી ટેસ્ટ હૈદરાબાદમાં
વનડે
21 ઓક્ટોબરઃ પ્રથમ વનડે, ગુવાહાટી
24 ઓક્ટોબરઃ બીજી વનડે, ઈન્દોર
27 ઓક્ટોબરઃ ત્રીજી વનડે, પુણે
29 ઓક્ટોબરઃ ચોથી વનડે, મુંબઈ
1 નવેમ્બરઃ પાંચમી વનડે, તિરૂવનંતપુરમ
ટી-20
4 નવેમ્બરઃ પ્રથમ ટી-20, કોલકત્તા
6 નવેમ્બરઃ બીજી ટી-20, લખનઉ
11 નવેમ્બરઃ ત્રીજી ટી-20, ચેન્નઈ
વેસ્ટ ઇન્ડિઝ : જેસન હોલ્ડર (સુકાની), સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર બિશુ, ક્રેગ બ્રાથવેટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જશમાર હેમ્લિટન, શિમરોન હેતતમેયર, શાઈ હોપ, જોસેફ, કિમો પોલ, કેઈરોન પોવેલ, કિમર રોચ, જોમેલ વેરિકન.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે