Schedule of Gujarat Titans in IPL 2022: આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ ક્યારે કોની સામે ટકરાશે?
આઈપીએલ 2022માં નવી સામલે થયેલી ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સની આગેવાની સ્ટાર ભારતીય ઓસરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આઈપીએલની કમિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ અનુસાર 28 માર્ચે રાત્રે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલીવાર મેદાનમાં ઉતરશે. ગુજરાત ટાઈટન્સી ટીમ પોતાની પ્રથમ મેચ મુબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે.
Trending Photos
નવી દિલ્લીઃ આઈપીએલ 2022માં નવી સામલે થયેલી ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સની આગેવાની સ્ટાર ભારતીય ઓસરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આઈપીએલની કમિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ અનુસાર 28 માર્ચે રાત્રે 7:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલીવાર મેદાનમાં ઉતરશે. ગુજરાત ટાઈટન્સી ટીમ પોતાની પ્રથમ મેચ મુબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે.
ગુજરાત ટાઈટન્સની ટીમે 2022ના ઓક્શમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસનને ખરદ્યો હતો. લોકી ફર્ગ્યૂસનને 10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. સાથે જ ભારતીય સ્પિન બોલર રાહુલ તેવટિયાને 9 કરોડમાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમમાં મોહમ્મદ શમી, ડેવિડ મિલર, ઋદ્ધિમાન સાહા, મૈથ્યુ વેડ, વિજય શંકર, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, ગુરકીરત સિંહ માન, વરુણ એરોન, અલ્ઝારી જોસેફ જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.
અભિનવ મનોહર સદરંગાની, નૂર એહમદ, દર્શન નાલકંડે, ડૉમિનિક ડ્રેક્સ, યશ દયાલ જેવા ખેલાડીઓને પણ ઑક્શનમાં ખરીદીને ટીમ બેલેન્સ જાળવી રાખ્યું હતું. ત્યારે, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ જેવા શાનદાર ખેલાડીઓને પહેલાથી જ ફ્રેન્ચાઈઝીએ ડ્રાફ્ટમાં સામેલ કર્યા હતા. IPL 2022માં ગુજરાત ટાઈટન્સની મેચોનો કાર્યક્રમ:
- 28 માર્ચ, ગુજરાત ટાઈટન્સ VS લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 વાગ્યે (વાનખેડે સ્ટેડિયમ)
- 2 એપ્રિલ, ગુજરાત ટાઈટન્સ VS દિલ્લી કેપિટ્લ્સ, સાંજે 7.30 વાગ્યે (એમસીએ સ્ટેડિયમ)
- 8 એપ્રિલ, પંજાબ કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ, સાંજે 7.30 વાગ્યે (બ્રેબોર્ન સ્ટેડિયમ)
- 11 એપ્રિલ, સનરાઈઝર્સ હૈદરાબાદ VS ગુજરાત ટાઈટન્સ, સાજે 7.30 વાગ્યે (ડી.વાય. પાટીલ સ્ટેડિયમ)
- 14 એપ્રિલ, રાજસ્થાન રોયલ્સ VS ગુજરાત ટાઈટન્સ, સાંજે 7.30 વાગ્યે (ડી.વાય. પાટીલ સ્ટેડિયમ)
- 17 એપ્રિલ, ગુજરાત ટાઈટન્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7.30 વાગ્યે (એમસીએ સ્ટેડિયમ)
- 23 એપ્રિલ, કોલકત્તા નાઈટ રાઈડર્સ VS ગુજરાત ટાઈટન્સ, સાંજે બપોરે 3.30 વાગ્યે (ડી.વાય. પાટીલ સ્ટેડિયમ)
- 27 એપ્રિલ, ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે (વાનખેડે સ્ટેડિયમ)
- 30 એપ્રિલ, ગુજરાત ટાઈટન્સ VS રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બપોરે 3.30 વાગ્યે (બ્રેબોર્ન સ્ટેડિયમ)
- 3 મે, ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ, સાંજે 7.30 વાગ્યે (ડિ.વાય.પાટીલ સ્ટેડિયમ)
- 6 મે, ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ, સાંજે 7.30 વાગ્યે (બ્રબોર્ન સ્ટેડિયમ)
- 10 મે, લખનઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સ, સાંજે 7.30 વાગ્યે (એમસીએ સ્ટેડિયમ)
- 15 મે, ચૈન્નઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ, બપોરે 3.30 વાગ્યે (વાનખેડે સ્ટેડિયમ)
- 19 મે, રાયલ ચેલેન્જર બેંગ્લોર VS ગુજરાત ટાઈટન્સ, સાંજે 7.30 વાગ્યે (વાનખેડે સ્ટેડિયમ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે