T-20માં 11 સિરીઝ બાદ પાકનો વિજય રથ રોકાયો, સાઉથ આફ્રિકાએ આપ્યો ઝટકો

બાબર આઝમના 90 રનની શાનદાર ઈનિંગ છતાં જોહનિસબર્ગમાં વરસાદથી પ્રભાવિત બીજા મેચમાં આફ્રિકાએ સાત વિકેટે પરાજય આપ્યો હતો. 

T-20માં 11 સિરીઝ બાદ પાકનો વિજય રથ રોકાયો, સાઉથ આફ્રિકાએ આપ્યો ઝટકો

જોહનિસબર્ગઃ પાકિસ્તાની ટીમ બાબર આઝમના 90 રનની શાનદાર અડધી સદી છતાં રવિવારે જોહનિસબર્ગમાં વરસાદથી પ્રભાવિત બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સાત રને હારી ગઈ હતી. આફ્રઇકાએ આ રીતે ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કાર્યવાહક કેપ્ટન ડેવિડ મિલરની ધમાકેદાર અડધી સદીની મદદથી આફ્રિકાએ ત્રણ વિકેટ પર 188 રન બનાવ્યા હતા. 

ભારતમાં માર્ચ 2016માં ટી20 વિશ્વકપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાને પ્રથમ ટી20 સિરીઝ ગુમાવી છે. એટલે કે રેકોર્ડ 11 ટી20 સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાને પ્રથમ વખત સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. દ્વિપક્ષીય ટી20 સિરીઝ જીતની વાત કરીએ તો તેણે 2016માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1-2થી સિરીઝ ગુમાવી હતી. 

સતત T-20 સિરીઝ જીત
પાકિસ્તાન- 11 (2016 vs ઈંગ્લેન્ડથી 2018-19 vs ન્યૂઝીલેન્ડ સુધી)

ભારત- 7 (2017-18 vs ન્યૂઝીલેન્ડથી 2018-19 vs વેસ્ટ ઈન્ડિઝ સુધી)

વેસ્ટ ઈન્ડિઝ- 5 (2011-12 vs ન્યૂઝીલેન્ડથી 2012-13 vs ઝિમ્બાબ્વે સુધી)

ઓપનિંગ બેટ્સમેન બાબર આઝમે 58 બોલમાં 13 બાઉન્ડ્રી અને એક સિક્સની મદદથી 90 રન ફટકાર્યા હતા. જ્યારે હુસૈન તલતે પણ 55 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ટીમે અંતિમ ચાપ ઓવરમાં 34 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી અને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 181 રન બનાવી શકી હતી. ત્રીજી ટી20 સેન્ચુરિયનમાં  છ ફેબ્રુઆરીએ રમાશે. 

આફ્રિકા તરફથી એન્ડિલે ફેહલુકવાયોએ ત્રણ, જ્યારે બ્યૂરાન હેંડ્રિક્સ અને ક્રિસ મોરિસે બે-બે વિકેટ ઝડપી હતી. આ પહેલા નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની ગેરહાજરીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મેચમાં આગેવાની કરી રહેલ મિલરે 29 બોલમાં ચાર ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ 65 રન બનાવ્યા, જેથી આફ્રિકાએ અંતિમ 10 ઓવરમાં 127 રન ફટકારીને 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. 

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ માટે પર્દાપણ કરી રહેલા જાનેમન મલાન (33) અને રીઝા હેન્ડ્રિક્સ (28) પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. રાસી વાન ડર હુસેને ચાર સિક્સની મદદથી 27 બોલમાં 45 રન ફટકાર્યા હતા. 

પાકિસ્તાન માટે બોલિંગની શરૂઆત કરનાર સ્પિનર ઇમાદ વસીમે ચાર ઓવરમાં નવ રન આપીને એક વિકેટ લીધી, શાહીન શાહ અફરીદીને પણ એક સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news